Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeશિક્ષક બન્યો હેવાન: સુરતમાં શિક્ષકે પોતાની જ વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસે...

શિક્ષક બન્યો હેવાન: સુરતમાં શિક્ષકે પોતાની જ વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ…

Published By : Disha PJB

સુરત શહેરમાં શિક્ષકે પોતાની જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. શહેરના ઇચ્છાપોર પોલીસે આ મામલે દુષ્કર્મ કરનાર આરોપી અરુણ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે એસીપી દીપ વકીલે જણાવ્યું કે, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં તારીખ 18-4-2023ના રોજ આઈપીસી, પોસ્કો એક્ટ અને આઇટીએક્ટની વિવિધ
કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે કે, આ ઘટના 27 માર્ચ 2023 ના રોજ બની હતી. આરોપી અરુણ વર્મા જેઓ ઇચ્છાપોર વિસ્તારમાં જ ક્લાસીસ ચાલવામાં આવે છે. અને તેણે તેમની પાસે ક્લાસમાં આવતી સગીરવયની વિદ્યાર્થીનીને બેહલાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચાર્ય હતું. તથા તેનો વિડિઓ બનાવી વાયરલ કર્યો હતો.

વધુમાં જણાવ્યું કે, આરોપી દ્વારા હાલ વેકેશનના સમય દરમિયાન સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ શરૂ કરવામાં આવ્યો હતો. તેણે સગીરાને નોકરીની લાલચ આપીને તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા અને તેની સાથે વિડિયો પણ બનાવી લીધા હતા.અને વિડીયો વાયરલ થઈ જતા સમગ્ર હકીકત સામે આવી હતી. અન્ય કોઈ સાથે પણ આવું કર્યું હોય તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અને આરોપી ખાનગી કંપનીમાં નોકરી પણ કરે છે. અને તેની સાથે ટ્યુશન ક્લાસીસ પણ ચલાવે છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security