શિયાળાની ઋતુમાં ત્વચા ને ખાસ કાળજીની જરૂર હોય છે. આવી સ્થિતિમાં લોકોને એક સમસ્યા હોય છે કે ચહેરો ધોયા પછી ત્વચા ખેંચાઈ અને શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં ત્વચાને પોષણ આપવા માટે વધારાના ઉત્પાદનોનો ઉપયોગ કરવો પડે છે. વાસ્તવમાં, ચહેરાનો સાબુ ક્યારેક ત્વચાનો કુદરતી ભેજને શોષી લે છે, જેના કારણે કુદરતી તેલનું ઉત્પાદન વધુ સારી રીતે થતું નથી. આવી સ્થિતિમાં, શક્ય હોય ત્યાં સુધી તમારે ત્વચાની સફાઈ માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. અહીં અમે તમને જણાવીએ છીએ કે કઈ વસ્તુઓની મદદથી તમે તમારી ત્વચાને સાફ કરી શકો છો અને તેને ડ્રાય થવાથી પણ બચાવી શકો છો.
- શિયાળામાં ત્વચાને આ કુદરતી વસ્તુઓથી કરો સાફ
એલોવેરા જેલનો કરો ઉપયોગ
તમે તમારા ચહેરાને સાફ કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે તાજો પલ્પ કાઢીને પાણીથી ધોઈને ચહેરા પર સારી રીતે લગાવો. થોડી મસાજ કરો અને 2 મિનિટ પછી ધોઈ લો. એલોવેરા ચહેરાની ઊંડા સફાઈમાં મદદ કરે છે અને ભેજ જાળવી રાખે છે.

મધનો ઉપયોગ
મધમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે અને તેનો ઉપયોગ ત્વચાને સાફ કરવા માટે પણ કરી શકાય છે. રૂની મદદથી તમારા ચહેરા પર મધ લગાવો અને તેને સાફ કરો.
બટાકાનો ઉપયોગ
એક બટેકુ લો અને તેને ગ્રાઇન્ડરમાં પીસી લો. હવે તેને મલમલના કપડાથી ગાળી લો. હવે આ રસને આખા ચહેરા પર લગાવો. 5 મિનિટ પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. આના ઉપયોગથી ચહેરો સાફ રહેશે, ભેજ રહેશે અને દાગ-ધબ્બા પણ દૂર થશે.
કાચા દૂધનો ઉપયોગ
કાચા દૂધની મદદથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. જો તમે આનાથી ચહેરો સાફ કરશો તો ત્વચામાં ભેજ જળવાઈ રહેશે અને ડ્રાયનેસ નહીં થાય. આ માટે બે ચમચી કાચું દૂધ લો અને રૂની મદદથી આખો ચહેરો સાફ કરી લો.