Published by : Rana Kajal
ઠંડીની સિઝનમાં લીલા શાકભાજી, મૂળા, ગાજર જેવા અનેક પ્રકારના શાકભાજીનું સેવન તમે કરો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદા થાય છે. ઠંડીની સિઝનમાં અનેક લોકોએ લીલા ચણાને ડાયટમાં એડ કરવા જોઇએ. લીલા ચણા સ્વાથ્ય્યની સાથે-સાથે સ્કિન માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. લીલા ચણામાં રહેલા પોષક તત્વોની સાથે અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. લીલા ચણામાં ખાસ કરીને વિટામીન એ, સી, ઇ, કેનો સ્ત્રોત સારો હોય છે. આમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. આ સિવાય ડાયટરી ફાઇબર, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનિયમ, આયરન, ફોલેટ, ફોસ્ફરસ, કેલરી, ફેટ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફેટી એસિડ, એમિનો એસિડ સહિત અનેક પ્રકારના મિનરલ્સ હોય છે.
લીલા ચણા ખાવાના ફાયદા
- લીલા ચણામાં પ્રોટીનથી ભરપૂર હોય છે. આ માઇક્રોન્યૂટ્રિએન્ટ માંસપેશિઓને મજબૂત કરે છે. આ સાથે જ હાડકાંઓને મજબૂત કરવાનું કામ કરે છે. તમે માંસ-માછલીનું સેવન કરતા નથી તો ડાયટમાં લીલા ચણા ચોક્કસથી એડ કરો. લીલા ચણા ડાયટમાં એડ કરવાથી પ્રોટીનની ઉણપ પૂરી થાય છે.
- લીલા ચણામાં ફોલેટનો સ્ત્રોત સારો હોય છે. તમે લીલા ચણા ખાઓ તો શરીરમાં ફોલેટની ઉણપ પૂરી થાય છે. ફોલેટ ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓથી બચાવે છે.
- લીલા ચણામાં સૌથી સારો સ્ત્રોત ફાઇબરનો પણ હોય છે, જે પેટમાં હેલ્ધી બેક્ટેરિયાના વિકાસને વધારે છે. આ સાથે જ કોલન કેન્સર ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમથી તમને બચાવવાનું કામ કરે છે.