Published By:-Sasiya Bhavika
જેનો અણસાર અતીકે બુંદીમાં મિડિયાને આપી દીધો હતો.
અતીકે મિડિયાને અણસાર આપી દીધો હતો કે તેના પરિવારના લોકો પર જીવનો ખતરો છે અતીકના આશંકા વ્યક્ત કર્યાના ગણતરીના કલાકોમાં તેના દીકરાનું એન્કાઉન્ટર થયું છે. યુપી પોલીસ પર ફાયરિંગ કરીને ભાગી રહેલા અસદ અને ગુલામને પોલીસની ગોળી વાગતા મોત થયું હતું. સાબરમતી જેલથી અતીકને પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો હતો. દરમિયાન રાજસ્થાનના બુંદી શહેરના પોલીસ મથકે રાત્રે 2 વાગ્યે પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને ત્યાં થોડી વાર માટે હોલ્ડ કર્યો હતો અને ત્યાંથી ફરી પ્રયાગરાજ જવા રવા થયો હતો.
આ દરમિયાન અતીકે મિડિયાને કહ્યું હતું કે તેના પરિવારને જીવનું જોખમ છે. યુપી પોલીસના બખ્તરબંધ વાહનમાં બેસીને અતીકે કહ્યું હતું કે કેસ હવે પૂરા થઈ રહ્યા છે, પરંતુ પોલીસ હજુ અમને અને અમારા પરિવારને હેરાન કરી રહી છે. આવી સ્થિતિમાં જીવનું જોખમ છે. પરિવારને પણ જીવનું જોખમ છે. આ દરમિયાન તેણે મિડિયાને વધુ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુપી પોલીસ તેને ભારે પોલીસ કસ્ટડીમાં લઈને પ્રયાગરાજ જવા રવાના થઈ ગઈ હતી.