Home News Update Health શું તમને મેકઅપ કરવાનો શોખ છે ? તો જાણો મેકઅપ રીમુવ કરવાના...

શું તમને મેકઅપ કરવાનો શોખ છે ? તો જાણો મેકઅપ રીમુવ કરવાના સૌથી સરળ ઉપાયો…

0

Published By : Disha Trivedi

આજના યુગમાં મેકઅપ એ દરેક સ્ત્રીની પસંદ હોય જ છે. પોતાની સુંદરતામાં વધુ સુંદરતા ઉમેરવી એ હર કોઈને ગમે જ !
ઘરમાં કોઈ પ્રસંગ હોય, કોઈ તેહવાર હોય, બર્થડે કે પછી કોઈ મિત્રની પાર્ટી… દરેક માટે મેકઅપ એ સ્ત્રીની પેહલી પસંદ હોય જ છે. પણ પ્રસંગ પત્યા બાદ એને કાઢવાની રીત સૌ કોઈને ખબર હોતી નથી. સમયના અભાવે કે જાણકારીના અભાવે માત્ર સાબુ કે ફેસવોશનો ઉપયોગ કરીને તેને કાઢવું એ સામાન્ય સ્ત્રીઓની આદત હોય છે.
ત્યારે આજે જાણીએ, મેકઅપને કાઢવાની સાચી રીત કઈ છે ? અને તમારા ઘરમાં જ એવી કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ કરી તમે મેકઅપ કાઢી શકો છો અને મેકઅપ બાદ ખરાબ થતી તમારી સ્કિનને અટકાવી શકો છો.

નારિયેળનું તેલ : નારિયેળનું તેલ તમારી ત્વચા માટે મોઇશ્ચરાઇઝરની ભૂમિકા ભજવે છે. આ ત્વચાના નુકસાન અને શુષ્કતાને રોકવામાં મદદ કરે છે, જે મોટે ભાગે મેકઅપ ઉત્પાદનોને કારણે થાય છે.

દૂધ : દૂધ કુદરતી રીતે મેકઅપ દૂર કરવા માટે એક ઝડપી અને સરળ ઘરેલું ઉપાય છે. તે ત્વચા અને વાળ બંને માટે ઘણા સૌંદર્ય લાભો પ્રદાન કરે છે.

બેકિંગ સોડા અને મધ : બેકિંગ સોડા અને મધના મિશ્રણનો ઉપયોગ તમારા મેકઅપને કુદરતી રીતે દૂર કરવામાં મદદ કરે છે. બેકિંગ સોડા એક્સફોલિએટર તરીકે કામ કરે છે અને મધ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.

એલોવીરા : તે ખીલ, શુષ્કતા અને સનબર્ન જેવી ત્વચાની સમસ્યાઓની સારવાર માટે જાણીતું છે. તમારા મેકઅપને કુદરતી રીતે દૂર કરવા માટે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકાય છે.

કાકડી : તમે કાકડીનો રસ અથવા પેસ્ટ વાપરી શકો છો. કાકડીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે બળતરા અથવા ખીલ-પ્રોન ત્વચાની સારવારમાં મદદ કરે છે. અને મેકઅપ બાદ પણ તમારી ત્વચાને સુંદર રાખે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version