Published By:-Bhavika Sasiya
રોટલામાં આઈસ્ક્રીમ ઉમેરવા જેટલું સહેલું લાગે પણ તેની બનાવટ ખૂબ કઠિન અને લાંબી છે. વઘારેલો રોટલો તૈયાર કરવાની સામાન્ય રીત મુજબ જ તવા પર કોબીજ, કેપ્સીકમ અને મકાઈ સાથે રોટલાને બટરમાં વઘારી, તીખો, ચટપટો વઘારેલો રોટલો તૈયાર કરવામાં આવે છે.આ રોટલાને ઠંડો કર્યા બાદ તેને આઈસ્ક્રીમ ફેક્ટરીમાં મોકલવામાં આવે છે અને ત્યાં તૈયાર થતી આઈસ્ક્રીમ સાથે જ આ વઘારેલો રોટલો ઉમેરી તેને ફ્રીઝ કરવામાં આવે છે. આઈસ્ક્રીમમાં એક નક્કી કરેલી માત્રામાં વઘારેલો રોટલો ઉમેર્યા બાદ જેમ આઈસ્ક્રીમને અમુક કલાકો સુધી ફ્રીઝ કરવી પડે તેમ આ મિશ્રણને પણ ફ્રીઝ કરતા આઈસ્ક્રીમ વઘારેલો રોટલો તૈયાર થાય છે. આ વઘારેલો રોટલો નવો આવિષ્કાર ભુજના જયદીપસિંહ જાડેજા કર્યો છે. ભુજમાં રોટલાના આઈસ્ક્રીમને બાપુના વઘારેલા રોટલા તરીકે ઓળખવામાં આવે છે. બાપુ ગરમાં ગરમ વઘારેલા રોટલામાં એક ઠંડુ ટ્વિસ્ટ હોય છે છાશ અથવા દહીં વગર તેઓ વઘારેલો રોટલો બનાવે છે. લોકો આ જંક ફૂડ ખૂબ ટેસથી ખાય છે. ત્યારે નાના બાળકોથી લઈને મોટેરાઓની પ્રિય આઈસ્ક્રીમના રૂપમાં દેશી વઘારેલો રોટલો ખવડાવવાનો એક નુસખો આ યુવાન લઈને આવ્યા છે.