2050 સુધીમાં ડૂબી જાય તેવી સંભાવના કલાઈમેંટ ચેન્જ એટલેકે હવામાનમાં થનાર સંભવિત ફેરફારોના પગલે વિશ્વમા ખૂબ મોટા ફેરફારો થઈ શકે છે. આવાજ ઍક ફેરફારના પગલે આવનાર વર્ષ ૨૦૫૦ સુધીમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ ડુબી જાય તેવી સંભાવના જણાઈ રહી છે.
કલાઈમેંટ ચેન્જ એટલેકે હવામાનમાં થતો ફેરફાર સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે.મુંબઈ, ચેન્નઈ જેવાં મહાનગરો સામે ખતરો ઉપસ્થીત થયો છે. તે સાથે એ પણ ઘ્યાનમાં આવ્યુ છે કે દિલ્હીની જમીન ધીમે ધીમે સરકી રહી છે.એમ પણ મનાઇ રહ્યું છે કે ક્લાઈમેટ ચેન્જ અને બદલાતા હવામાનના કારણે સમુદ્ર ના કિનારે વસેલ ચેન્નઈ, મુંબઈ જેવા મોટા શહેર આવનારા 28 વર્ષોમાં ડુબી જશે. તેથીજ હાલમાં જ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. તેથી હવે ત્યાની સરકાર નવી જગ્યા પર રાજધાની વસાવી રહી છે. દિલ્હીના 100 વર્ગના વિસ્તારમાં પણ હલચલ છે.