Published by : Vanshika Gor
આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થશે. મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં, દરેકની નજર એક ખાસ કારણસર નાગાલેન્ડ રાજ્ય પર ટકેલી છે. હકીકતમાં, રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યાના 60 વર્ષ પછી પણ નાગાલેન્ડે ક્યારેય મહિલા ધારાસભ્યને ચૂંટ્યા નથી. આ વખતે 4 મહિલાઓ મેદાનમાં છે અને ઈતિહાસ રચાશે તેવી આશા છે.
ફેબ્રુઆરીમાં મતદાન થયું હતું
ફેબ્રુઆરી મહિનામાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આજે આ ચૂંટણીઓની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની ચૂંટણીના પરિણામો ઘણી રીતે મહત્વપૂર્ણ છે. મળતી માહિતી મુજબ ત્રણેય રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આ તમામ ચૂંટણીઓમાં નાગાલેન્ડ સાથે જોડાયેલી એક કિસ્સો સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ઈતિહાસ રચાઇ શકે
આવી સ્થિતિમાં, દરેકની નજર એક ખાસ કારણસર નાગાલેન્ડ રાજ્ય પર ટકેલી છે. હકીકતમાં, રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યાના 60 વર્ષ પછી પણ નાગાલેન્ડે ક્યારેય મહિલા ધારાસભ્યને ચૂંટ્યા નથી. જે રાજ્યમાં પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે તે સૌથી આશ્ચર્યજનક છે. ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડમાં 6.52 લાખ પુરુષોની સામે 6.55 લાખ મહિલા મતદાતા છે.
આ ચૂંટણીમાં તમામની નજર ચાર મહિલા ઉમેદવારો પર
આ ચૂંટણીમાં તમામની નજર ચાર મહિલા ઉમેદવારો પર છે. જો આમાંથી એક મહિલા ધારાસભ્ય પણ ચૂંટાશે તો રાજ્યના ઈતિહાસમાં તે પ્રથમ વખત બનશે. ખેરખર કુલ 183 ઉમેદવારોમાંથી માત્ર ચાર મહિલાઓ જ મેદાનમાં છે. દીમાપુર-તૃતીય બેઠક પરથી NDPPના હેખની જાખલુ, તેનિંગ બેઠક પરથી કૉંગ્રેસના રોઝી થોમ્પસન, પશ્ચિમ અંગામી બેઠક પરથી NDPPના સાલ્હોઉટુનોનૂઓ અને અટોઇજુ બેઠક પરથી ભાજપના કાહુલી સેમા આ વખતે મેદાનમાં છે.