Published By : Patel Shital
ભરૂચ નગરમાં અને જિલ્લાનાં અનેક વિસ્તારોમાં એવુ બન્યું છે કે આજે તા. 16 જૂનના રોજ શાળાએ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. અને ત્યાર બાદ ખબર પડી હતી કે શાળા આજે બંધ છે તેથી વાલીઓએ બાળકોને લેવા જવુ પડ્યું હતું.
આવા સમયે ભરૂચ જિલ્લામાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું શાળા સંચાલકો શાળા બંધ કરવા અંગે આગોતરૂ આયોજન કરી શકી હોત…?
બિપરજોય વાવાઝોડાની લગભગ તમામ માહિતી સ્ટેટ ડિઝાસ્ટર વિભાગ તરફથી આગોતરી અપાઈ રહી છે. સાથે જ મળતી માહિતી મુજબ એવો એક પરિપત્ર પણ છે કે શાળા સંચાલકો શાળા બંધ રાખી તંત્રને જાણ કરી શકે તેવી પરવાનગી આપવામાં આવી છે. આવો પરિપત્ર હોય તો તેની અમલવારી કરી શાળા બંધ રાખવા અંગેનો આગોતરો નિર્ણય લઈ શકાયો હોત અને તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને તકલીફ ન પડી હોત આવી બધી ચર્ચા ભરૂચ પંથકમાં ચાલી રહી છે.