Published By : Parul Patel
ભરૂચ નગરના સેવાશ્રમ રોડ પરની ગંદકી ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. વારંવાર હોબાળો મચી જતા સેવાશ્રમ રોડ પરની ગંદકી અંગે અને ખાસ કરીને કાદવ કીચડના ગેરકાયદેસરના નીકાલ અંગે આખરે નગરપાલીકા તંત્રે કોન્ટ્રાકટરને નોટીસ પાઠવીને ઉંચા કરી લીધા. શું અઘિકારીઓ અને પદાધિકરીઓની કોઇ જવાબદારી નથી. તેઓએ માત્ર ખાધુ, પીધુ અને મોજ કરીના ધોરણો અપનાવવાના છે..?
જ્યારે ભરૂચ કલેકટર માય લિવેબલ ભરૂચના કોન્સેપ્ટને પાર પાડવા ન્યુસન્સ દંડની જોગવાઈ કરતા હોય ત્યારે સેવાશ્રમ રોડ કે જ્યા હોસ્પીટલ પણ આવેલ છે તેવા માર્ગ પર ગંદકી કરનારા, કાદવ કીચડ પાથરનારા એવા નગરપાલીકા તંત્રને ન્યુસન્સ દંડ કેમ ફટકારવો ન જોઈએ, તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. વાસ્તવમાં જો જરા સરખી પણ નૈતિક હિંમત હોય તો નગરપાલિકાનાં અધિકારી અને પદાધિકારીઓએ સામે આવી કહેવું જોઈએ કે સેવાશ્રમ રોડની ગદકી અંગે અમે જવાબદાર છીએ, અને આ અમારો ન્યુ સન્સ દંડ છે…છે નૈતિક હિમ્મત..? ક્યાંથી હોય જો તમે ચોખ્ખા અને સાચા હોય તો નૈતિક હિંમત હોય. બાકી આવા ભરૂચની ગંદકી અંગે આંખ આડા કાન કરનારા માટ, માય લિવેબલ ભરૂચ છે ખરું…જરા પોતાની જાતને પૂછો નગરપાલીકાના અધિકારી અને પદાધિકારીઓ…