Published By : Aarti Machhi
રાહુલ ગાંધીએ આજે લોકસભામાં પત્રકારિતા વિષય પર સ્પીકરને આડેહાથ લીધા…તેઓએ કહ્યું હતું કે બિચારા પત્રકારોને સરકારે સદનમાં એક ‘પીંજરામાં’ બંધ કરીને રાખ્યા છે તેમને છોડી દેવામાં આવે… તેઓને એમનું પત્રકારીત્વનું કામ કરવા દો. પત્રકારો કયા ગુનાની સજા ભોગવી રહ્યા છે ? ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું પત્રકારો ‘બિચારા’ નથી..
વાત કરીએ તો વર્ષ 2014માં એટલે કે નવી પાર્લામેન્ટરી શરૂ થઇ ત્યારે સિનિયર પત્રકારો સાંસદમાં પોતાના એરિયા સિવાય નેતાઓને પણ ખુલ્લેઆમ મળી શકતા હતા. સિનિયર પત્રકારોને સેન્ટ્રલ હોલનો પાસ પણ આપવામાં આવતો હતો. વડાપ્રધાન મોદીની સત્તા બાદ પત્રકારોની પણ સ્વતંત્રતા છીનવાઈ ગઈ હોય એમ પત્રકારોને લાગી રહ્યું છે. હાલ તો નવી પાર્લામેન્ટ્રી બિલ્ડીંગ સામે કાચના કન્ટેનરમાં બેસીને પત્રકારો પાર્લામેન્ટમાં જોય શકે છે!!! જાણે કે પ્રાણીસંગ્રહાલયમાં કાચમાંથી લોકો પશુઓને નિહાળતા નાં હોય.. આવનાર જનાર લોકો પણ પત્રકારોને આવી નજરે નિહાળે છે… રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જ્યારે સાંસદમાં પ્રવેશી પત્રકારોને આવી દશામાં જુવે છે, ત્યારે એમની પાસે જઈ એમને સાંભળે છે..પત્રકારો એમની પીડા રજૂ કરે છે ત્યારે સ્પીકર સત્તા પક્ષની ભૂલોને ભૂલ નથી કહી શકતા તો વિપક્ષની સાચી વાતને પણ ખોટી સાબિત કરે છે. પત્રકારોને ‘બિચારા nathi’ કહેનારા સ્પીકર ચંદ્રબાબુ નાયડુ અને નીતીશના સમર્થનથી સ્પીકર બન્યા હોય, કમજોર સરકારના અઘ્યક્ષ હોઈ ખુદ બિચારા તો તેઓ છે… એવુ વિપક્ષ આક્ષેપ કરે છે..
રાહુલ ગાંધીએ સાંસદમાં પત્રકારોનો મુદ્દો ઉઠાવ્યો બાદ તરત પત્રકારોની બેઠક બોલાવી તો રાહુલ ગાંધીને કહ્યું કે પાર્લામેન્ટ્રીની વ્યવસ્થાની વાત કરવી હોય તો ચેમ્બરમાં આવીને કરો સદનમાં આ વાત નહિ કરવી. અહીં પત્રકારોની સ્વતંત્રતા પર પ્રશ્ન ઉભો થાય છે સવાલ એ છે કે પત્રકારોની સમસ્યા સદનમાં નહિ ઉઠશે તો ક્યાં ઉઠશે. પત્રકારો પણ દેશના મતદારો છે. વિપક્ષના નેતાઓ પત્રકારો માટે અવાજ નઈ ઉઠાવે તો કોણ ઉઠાવશે ? આ સરકાર પત્રકારોની વિરુદ્ધ છે???
ગોદી મીડિયા છે તો, એ પોતાની છે, જો સરકારની નથી, તો દેશદ્રોહી છે. હાલમાં ઇન્ટરનેટ ફ્રી ડમ ફાઉન્ડેશનએ એક રિપોર્ટ જારી કર્યો હતો એ કહે છે કે પ્રસારણ સેવા વિનિમય વિધેયક અંગેનું બિલ સંસદમાં જલ્દીથી લાવવામાં આવશે અને એમાં એટલા બદલાવ કરવામાં આવશે કે એ સોશિયલ મીડિયામાં હાર્ડકોર સેન્સરશિપ હશે. વર્ષો પહેલા ટીવી ન્યુઝ વિનિમય અધિનિયમ 1955ના એક કાનૂન અનુસાર આ બધી વસ્તુઓ કરવામાં આવી રહી હતી. એની જગ્યા આ નવો કાનૂન લેશે. આ કાનૂન બનાવવા માટે જે લોકો સાથે વાત કરી એ તેઓના જ ગોદી મીડિયાના લોકો હતા. આ કાનૂનમાં ઇનફ્લુએન્સર, યુ ટ્યુબરને કોઈ જ મહત્વ આપવામાં આવ્યું નથી. એમાં તેઓએ જણાવ્યું કે ઇનફ્લુએન્સર, યુ ટ્યુબર નેગેટિવ ખબર આપે છે.
શું પત્રકારત્વમાં સરકારના જૂઠને લોકો સામે લાવવું એ નેગેટિવ ખબર છે ? સરકારે કરેલ ભ્ર્ષ્ટાચારને ઉજાગર કરવો એ નેગેટિવ ખબર છે. શું સરકારમાં બેસેલા વ્યભિચારીઓના ચહેરા પરના મુખૌટા ઉતારવા એ નેગેટિવ ખબર છે ? સરકારે અમુક ન્યુઝ પેપર અને ચેનલો પર જુગાડ કરીને એમને ગોદી બનાવી લીધા અને હાલના સોશિયલ મીડિયાના કારણે છૂટેલા અંકુશને નિયંત્રણમાં લાવવા માટે આ થઇ રહ્યું છે. ત્યારબાદ શું યુ ટ્યુબ, ઇન્સ્તાગ્રામ બંધ થશે ? પરંતુ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો અધિકાર સંવિધાન એ આપ્યો છે. સરકાર સંવિધાનને માને કે નહિ માને, સિનિયર પત્રકારો સંવિધાનની રક્ષા કરતા રહેશે. યુ ટ્યુબ બંધ થશે તો નવા ફોર્મેટ આવશે. પરંતુ સરકારની મનમાની ચલાવી દેવામાં આવશે નહિ.
આજે સાંસદમાં સ્પીકરએ તો કહ્યું ફ્રીડમ ઓફ પ્રેસ રહેશે. પરંતુ શું પત્રકારોને પિંજરામાં બંધ કરી ને ? ન્યુઝ પેપર સહિતમાંથી પત્રકારો આવી વિચારધારાને બચાવી રહ્યા છે. શું એમના માટે ફ્રીડમ ઓફ સ્પીચ હશે ? શું ફ્રીડમ ઓફ સ્પીચ ઇન્ડિયાના લોકો માટે હશે ? શું વિપક્ષ માટે કોઈ જગ્યા નથી ? શું સરકારની ભૂલોને ઉજાગર કરનાર માટે કોઈ જગ્યા નથી ? તો 370 પર બાદ મનોસ્મૃતિ લાવવાનો તેઓનો પ્રયાસ હતો. શું એને પાછળના દરવાજાથી બહાર કાઢી નાખવામાં આવ્યો ? જો પત્રકારોની સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવ્યો તો સરકારના કુકર્મને બહાર પાડવા વાળું કોઈ નહિ હોય. આ ખાલી એક માત્ર પિક્ચરનું ટ્રેલર છે જેમાં પત્રકારોને કાચના કન્ટેનરમાં બંધ કરી દેવામાં આવ્યા છે.
આજે વિપક્ષ દ્વારા પત્રકારોના મુદ્દે સંસદમાં સરકારને ઘેરવામાં આવી ત્યારે ભાજપ વાળાએ હલ્લો મચાવ્યો ત્યારે સ્પીકર કહે છે હું સક્ષમ છું જવાબ આપવામાં. તેઓ હંમેશા સત્તાપક્ષના સ્પોક પર્સન બનીને જ કામ કરે છે. માટે જ ઇમરજન્સીમાં ખુલીને વાત કરવામાં આવે છે તો નોટબંધી માટે ના પાડવામાં આવે છે. તેમ જવાહરલાલ નહેરુ પર ખુલીને વાત કરાય તો મમતાનું નામ લેવું વર્જિત છે. જે સરકાર જ નાજાયજ છે તેના પાસે જાયજ ની અપેક્ષા જ કેમ રાખી શકાય ? આજે જેમ રાહુલ ગાંધી એ મુદ્દો ઉઠાવ્યો એમ લાગી રહ્યું છે વિપક્ષ સદનમાં બોલશે…
આજે યુટ્યુબ મીડિયામાં આ આખા પ્રશ્નને દેશના સિનિયરમોસ્ટ જરનાલીસ્ટ અશોક વાનખેડે એ બહુ સચોટ રીતે આ સત્યને ઉજાગર કર્યું છે, જે લોકશાહી, વાણી સ્વતંત્રતાનાં ચાહકોએ બહુ ધ્યાનથી સાંભળવા અને સમજવા જેવું છે…