Home Devotional શું હવે ભગવાનના દર્શન કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે… ?

શું હવે ભગવાનના દર્શન કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે… ?

0

Published By : Patel Shital

  • શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બાબાને સ્પર્શ કરવા પર ચાર્જ વસુલ કરવામા આવશે…

શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં હવે નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ નિયમ મુજબ હવેથી બાબા વિશ્વનાથના ચરણ સ્પર્શ દર્શન કરવા માટે ફી એટલે કે રકમ ચૂકવવી પડશે. મંદિર પ્રશાસન દ્વારા ફી ની રકમ કેટલી રાખવી તેની પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે  આ રકમ રૂપિયા ૫૦૦ થી ૧,૦૦૦ સુધી રાખવામાં આવી શકે છે. હાલમા પણ પ્રાયોગિક ધોરણે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પ્રશાસન દ્વારા ટ્રાયલના રૂપમાં ભક્તો પાસેથી રૂપિયા ૫૦૦ નો ચાર્જ લેવાનો શરૂ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાના ભાગરૂપે હવે દર્શનાર્થીઓ સીધા ગર્ભ ગૃહ સુધી પ્રવેશ કરીને બાબાના સ્પર્શ દર્શન કરી શકશે. અત્યાર સુધી તમામ શ્રદ્ધાળુઓ સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરીને સ્પર્શ દર્શન કરતા હતા પણ તેને કારણે અવ્યવસ્થા સર્જાતી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version