- વૃંદાવનની 500 વર્ષ જૂની કુંજ ગલીઓ પર સંકટ …: 22 ગલી કોરિડોરના નિર્માણથી નાશ પામશે…
ભકતોમાં વૃંદાવનની કુંજગલીઓ માટે પણ એટલી જ શ્રધ્ધા અને આસ્થાની લાગણી છે. ત્યારે આવી વૃંદાવનની કુંજગલીઓના અસ્તિત્વ પર જોખમ આવી ગયું છે….
બાકે બિહારીના દર્શન કરવા આવતા અને દર્શન કરીને જતા ભકતો કુંજગલીમાંથી પસાર થતા હોય છે. એમ પણ કહી શકાય કે વૃંદાવનની આત્મા આ જ ગલીઓમાં વસે છે. વૃંદાવનની દરેક ગલી અન્ય ગલી સાથે જોડાય છે. તેથી અહીં બિહારીજી દરેક વળાંક અને દરેક છેડે બિરાજમાન છે. પરંતુ વૃંદાવનનું હૃદય બાંકે બિહારીજીનું મંદિર છે. આ મંદિરની ચારેય બાજુ 22 કુંજ ગલીઓ ફેલાયેલી છે. અહીં 5 એકર જમીનમાં કોરિડોર બનાવવાનો છે અને તેના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
“ધન્યમ વૃંદાવનમ્ તેન, ભક્તિ નૃત્યતિ યત્ર ચ”
આ શ્લોક શ્રીમદ ભગવદનો છે. જેનો અર્થ થાય છે કે વૃંદાવન ધામ ધન્ય છે, જ્યાં સાક્ષાત ભક્તિ મહારાણી નૃત્ય કરે છે. આજનું વૃંદાવન એ ગલીઓનું ગ્રુપ છે. આ ગલીઓના હાલના પ્રમાણિક પુરાવા 500 વર્ષ જૂના છે. પરંતુ ગલીઓનો ઈતિહાસ લગભગ 5255 વર્ષ (ભગવાન કૃષ્ણના જન્મથી) જૂનો છે . તેમના નામ પણ છે. આ એ જ ગલીઓ છે, જ્યાં ભગવાન રમતાં, રાસ રચતા, માખણ ચોરતા હતા.
પ્રહલાદ વલ્લભ જણાવે છે કે ગર્ગ સંહિતા અનુસાર વૃંદાવન અનાદિકાળથી છે. મહાપ્રલય પછી જ્યારે ભગવાન બાલગોપાલ એક નવી દુનિયાની રચના કરે છે, ત્યારે તેની શરૂઆત વૃંદાવનથી થાય છે. ગર્ગ સંહિતા મુજબ શ્રીજીના મનમાંથી શ્રીમન નારાયણની ઉત્પત્તિ થઈ અને શ્રીજી વૃંદાવનના બિહારીજીના હૃદયમાં બિરાજમાન છે. કુંજ ગલીઓનો એક છેડો શહેરથી શરૂ થાય છે અને યમુના કાંઠે સમાપ્ત થાય છે. એ જ રીતે એક ગલીનો બીજો છેડો ત્રીજી ગલીને મળે છે અને પછી તે બધા મંદિરે પહોંચે છે.

હાલમાં ભીડ વધી રહી છે. વૃંદાવન શહેરમાં એટલી જગ્યા નથી. તેથી જ કોરિડોર ગમે તેટલો મોટો બને. આજે એક લાખ લોકો માટે કોરિડોર બનાવીશું, તો 10 વર્ષ પછી 10 લાખ ભક્તો આવશે, તો શું થશે? કોરિડોર કોઈ સમસ્યાનો ઉકેલ નથી. વૃંદાવનમાં જ કોઈ ખુલ્લી જગ્યા પર 10, 20, 50 એકર જમીન ખરીદવી વધુ સારું છે. બિહારીજીનું નવું મંદિર બનવું જોઈએ, તેમના ભક્તો હજારો કરોડ રૂપિયા આપશે. મંદિર માટે 250 કરોડ રૂપિયાની બચત થશે, મંદિરની સંપત્તિ બચશે અને રોજગારીની તકો વધશે. કોરિડોરના નિર્માણથી અહીંના પ્રાચીન તત્વોનો નાશ થશે. અહીં સેલ્ફી પોઈન્ટ બનાવવાનો કોઈ અર્થ નથી, પ્રવાસીઓ માત્ર આવે છે અને ફોટોગ્રાફ્સ લઈને જતા રહે છે. પ્રવેશ એક જ હોવો જોઇએ .વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરના પ્રસ્તાવિત કોરિડોર માટે 5 એકર જમીન સંપાદિત કરવાની છે. આમાં લગભગ 300 મંદિરો અને રહેણાંક ઇમારતો આવી રહી છે. 200થી વધુ ઈમારતોનો સર્વે રિપોર્ટ તૈયાર કરીને માર્કિંગ કરવામાં આવ્યું છે. હવે એ જ લોકો જેમની ઈમારતો પર નિશાન લગાવવામાં આવ્યું છે તે જ લોકો રોડથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે.