Published By : Parul Patel
રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ સમયે બહેનો પણ પોતાના ભાઈના સુખ અને સમૃદ્ધિની કામના કરે છે તેમજ ભાઈઓ પણ તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. આ સાથે બહેનની ખુશી માટે ગિફ્ટ પણ આપવામાં આવે છે.
પરંતુ આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ માટે શિવના ભક્તો તેમના ઇષ્ટદેવની વિશેષ પ્રાર્થના કરે છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. સાધક પર તેમની કૃપા વરસે છે. જે લોકો પર ભગવાન શિવની કૃપા વરસે છે, તેઓને રક્ષાબંધન પર ચોક્કસ સાપ દેખાય છે. ઘણા લોકો ઘરે જ નાગદેવના દર્શન કરે છે પરંતુ શું તમે જાણો છો કે રક્ષાબંધન પર સાપ જોવાનો અર્થ શું થાય છે? રક્ષાબંધનના દિવસે સાપનું દર્શન કેવા સંકેત આપે છે. એમ કહેવાય છે કે શ્રાવણ મહિનામાં સાપ જોવો ખૂબ જ શુભ હોય છે. જો ઘરમાં સાપ દેખાય તો તે વધુ શુભ હોય છે.આ સંકેત છે કે ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે. જ્યોતિષના મતે રક્ષાબંધન પર સાપ જોવાનો સંબંધ દૈવી શક્તિ સાથે છે. સરળ શબ્દોમાં કહીએ તો રક્ષાબંધન અથવા શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પ્રસન્ન થાય ત્યારે સાપ દેખાય છે. જાણકારોના મતે જો રક્ષાબંધનને દિવસે સાપ દેખાય અથવા ચાલતી વખતે સામેથી સાપ નીકળે તો તે તમારા અટકેલા કામ જલ્દી પૂરા થવાના સંકેત છે. શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન પર સાપનો રસ્તો કાપવો પણ શુભ છે. સાપને ભગવાન શિવનો દૂત કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સાપ જોવો કે રસ્તો કાપવો એ સંકેત છે કે ભાગ્ય જલ્દી બદલાવાનું છે. કેરિયર અને બિઝનેસમાં ઇચ્છિત સફળતા મળશે જો કે, જો સપનામાં સાપને લડતા જુઓ છો, તો તે સંકેત છે કે જીવનમાં ટૂંક સમયમાં કોઈ મુશ્કેલી આવવાની છે. તમે વિવાદમાં ફસાઈ શકો છો. જો કે આ બધી બાબતો શ્રદ્ધા અને આસ્થાની છે…