Wednesday, July 23, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateશ્રાવણનો બીજો સોમવાર:આજે ત્રણ શુભયોગ સાથે કૈલાશ ઉપર શિવજીનો વાસ રહેશે, પ્રદોષકાળમાં...

શ્રાવણનો બીજો સોમવાર:આજે ત્રણ શુભયોગ સાથે કૈલાશ ઉપર શિવજીનો વાસ રહેશે, પ્રદોષકાળમાં શિવપૂજા કરવાથી મહાપુણ્ય પ્રાપ્ત થશે

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. આજે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિથી ત્રણ શુભ યોગ બની રહ્યા છે. ત્યાં જ, બપોર પછી બારસ તિથિ શરૂ થઈ જવાથી સાંજે પૂજા સમયે શિવજીનો વાસ કૈલાશ પર્વત ઉપર રહેશે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ સંયોગમાં કરવામાં આવતી પૂજાનું પુણ્ય અખૂટ રહેશે. શિવપૂજા માટે શ્રાવણના સોમવાર ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે શિવજીની ખાસ પૂજા-અભિષેક અને મંત્રજાપ સાથે જ દિવસભર વ્રત રાખવાની પરંપરા છે. શિવપુરાણ પ્રમાણે આવું કરવાથી મહાપુણ્ય મળે છે. આ પુરાણમાં એવું પણ જણાવવામાં આવે છે કે શ્રાવણ સોમવારે સૂર્યાસ્ત પછી પ્રદોષ કાળમાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવી જોઈએ.

શુભ સંયોગઃ કૈલાશ ઉપર શિવજીનો વાસ

શ્રાવણના આ બીજા સોમવારે જેઠ નક્ષત્રમાં ચંદ્ર રહેશે. આ નક્ષત્રના દેવતા ઇન્દ્ર છે અને સંયોગથી આજે ઇન્દ્ર યોગ પણ બની રહ્યો છે. આ દિવસે બારસ હોવાથી શિવજીનો વાસ કૈલાશ ઉપર રહેશે. સાથે જ આ દિવસે તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી પદ્મ અને રવિયોગ પણ રહેશે. એટલે આ શુભ યોગમાં કરવામાં આવતી શિવપૂજાનું શુભફળ અનેકગણું વધી જશે. જયેષ્ઠા નક્ષત્ર હોવાથી નવા કાર્યોની શરૂઆત, નવી નોકરી શરૂ કરવી, જવાબદારી લેવી શુભ રહેશે. સાથે જ, આ દિવસે ખરીદીનું પણ શુભ મુહૂર્ત રહેશે.

પ્રદોષકાળમાં શિવપૂજાનું પુણ્યફળ

સાંજે સૂર્યાસ્ત પછી શિવજીની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. કેમ કે સૂર્યાસ્ત સાથે જ પ્રદોષ કાળ શરૂ થઈ જાય છે અને રાત શરૂ થવા સુધી આ સમયગાળો રહે છે. આ પ્રકારે દિવસ અને રાતની વચ્ચેનો સમય જે લગભગ 2 કલાક 24 મિનિટનો માનવામાં આવે છે. શિવ મહાપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સમયે શિવજી પ્રસન્ન મુદ્રામાં રહે છે. એટલે પ્રદોષ કાળમાં ખાસ પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.

શિવ મંદિરમાં દીપદાન

શ્રાવણ સોમવારે સાંજે શિવ મંદિરમાં દીપદાન કરવાની પરંપરા છે. આ દિવસે શિવજીને તલના તેલનો દીવો પણ પ્રગટાવવાનું વિધાન છે. શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થવા લાગે છે. આ ગ્રંથ પ્રમાણે શિવલિંગ સામે તલના તેલનો દીવો પ્રગટાવવાથી ઉંમર વધે છે અને બીમારીઓથી રાહત મળે છે. સોમવારે કોઈ નદી કે તળાવમાં લોટની ગોળીઓ માછલીને ખવડાવો. આ કામ કરતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ગાય-બળદને લીલું ઘાસ ખવડાવો. જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ધનનું દાન કરવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!