Home Bharuch શ્રાવણ માસના પ્રથમ દિવસે પૌરાણિક ભૃગુ ભાષ્કરેશ્વર મહાદેવ મંદિરનું મહાત્મ્ય જાણો…

શ્રાવણ માસના પ્રથમ દિવસે પૌરાણિક ભૃગુ ભાષ્કરેશ્વર મહાદેવ મંદિરનું મહાત્મ્ય જાણો…

0

Published By : Aarti Machhi

ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલા ભૃગુ ભાષ્કરેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ભકતોની આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે.

ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલા નવાડેરા દત્ત મંદિર સ્થિત ભૃગુ ભાષ્કરેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે. આ મંદિર અતિ પૌરાણિક છે. એમ માનવામાં આવે છે કે આ મંદિર 300 વર્ષ કરતા પણ જૂનુ છે.

પૌરાણિક કથા અનુસાર ભૃગુઋષિના નામ પરથી આ મંદિરનું નામ ભૃગુ ભાષ્કરેશ્વર મહાદેવ મંદિર પડ્યુ છે. શ્રાવણ માસ દરમિયાન રોજ રાત્રે અહી મહિમનના પાઠ કરાવવામાં આવે છે. સોમવારે મહાદેવના શિવલિંગ પર ભકતો દૂધ સહિતનો અભિષેક કરી પૂજા કરી ધન્યતા અનુભવે છે.દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે ભૃગુ ભાષ્કરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શંકરને ઘીના કમળ અર્પણ કરવામાં આવે છે.

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ મહિનાને લઈ વહેલી સવારથી જ ભકતો ભૃગુ ભાષ્કરેશ્વર મહાદેવના મંદિરે આવી ભોળાનાથના દર્શન કરી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version