Published By : Aarti Machhi
જીવના શિવ સાથે મિલનના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ વખતે શ્રાવણ માસનો સોમવારે પ્રારંભ અને 2 સપ્ટેમ્બર-સોમવારના પૂર્ણાહૂતિ થશે. આ વખતે શ્રાવણ માસમાં શિવજીને અત્યંત પ્રિય એવા પાંચ સોમવારનો અનોખો સંયોગ સર્જાયો છે.
શ્રાવણ માસમાં પાંચ સોમવાર હોય તેવું ત્રણ વર્ષ બાદ પ્રથમવાર બનશે. આગામી એક માસ ભક્તો ભગવાન ભોળાનાથની આરાધનામાં લીન બનશે. શ્રાવણ માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ભરૂચમાં મેઘરાજાનો ઉત્સવ, છડીનોમ સહિતના તહેવારોની હેલી પણ સર્જાશે. 3 સપ્ટેમ્બરે અમાસની વૃદ્ધિ તિથિ છે. આ વખતે શ્રાવણ માસનો સોમવારે પ્રારંભ અને 2 સપ્ટેમ્બર-સોમવારના પૂર્ણાહૂતિ થશે. 3 સપ્ટેમ્બરે અમાસની વૃદ્ધિ તિથિ છે. હાલ વિક્રમ સંવત 2080 ચાલી રહ્યું છે. આ પહેલા વિક્રમ સંવત 2010 અને વર્ષ 1953માં ઓગસ્ટ માસની 10મી તારીખે સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ સોમવારે પૂર્ણ થયો હતો. 71 વર્ષ બાદ ફરી આવો સંયોગ રચાઈ રહ્યો છે. ત્યારે ભક્તો આજે વહેલી સવારથી વિવિધ મંદિરોમાં ભીડ લગાવી હતી અને વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.