ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. આમ શ્વેતક્રાંતિ આંદોલનને ભારતમાં સફળતા પ્રાપ્ત થઈ છે.આ માહિતી કેન્દ્રિય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ લોકસભામાં આપી હતી. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ વધુમા જણાવ્યુ કે વર્ષ 2014થી 2015 કરતા વર્ષ 2021-22 વચ્ચે 51 ટકા દૂધ ઉત્પાદનમા વધારો થયો છે. તેથી ભારત દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં નબર વન બની ગયું છે. મંત્રીએ વધુમા જણાવ્યુ કે છેલ્લા 8 વર્ષોમા દૂધ ઉત્પાદનમાં 51 ટકા વધારો થયો છે.