લાદેનની યજમાની કરનારાઓને UNમાં સંબોધન કરવાનો હક નથી.સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પાકિસ્તાનની ટિપ્પણી બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એ જ મંચ પર તીખી પ્રતિક્રિયા આપી છે. એસ જયશંકરે કહ્યું કે જે દેશ ઓસામા બિન લાદેનને હોસ્ટ કરી રહ્યો હતો, જેણે તેના પડોશીની સંસદ પર હુમલો કર્યો હતો… તે યુએન જેવા શક્તિશાળી પ્લેટફોર્મ પર પ્રવચન આપવા માટે કાબેલ નથી. વિદેશ મંત્રી જયશંકર સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યા હતા, જ્યાં સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં કાઉન્ટર ટેરરિઝમ અને રિફોર્મ્ડ મલ્ટિલેટરલિઝમ (બહુપક્ષીયવાદ) પર બે મહત્વપૂર્ણ ઈવેન્ટ થઈ રહી છે. યુએનમાં ભારતના સ્થાયી સભ્ય રુચિરા કંબોજની અધ્યક્ષતામાં મલ્ટિલેટરલિઝમ પર ચર્ચા થઈ હતી.
આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જૉકે વિદેશ કેન્દ્રિય મંત્રી જયશંકરે ચીન અને પાકિસ્તાન બંને પર નિશાન સાધ્યું હતું. કહ્યું કે સ્વાભાવિક રીતે આજે આપણે મલ્ટિલેટરલિઝમમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આપણા પોતાના મંતવ્યો હોઈ શકે છે, પરંતુ સર્વસંમતિ ઉભરી રહી છે, ઓછામાં ઓછું આપણે આમાં વિલંબ ન કરવો જોઈએ.
વિશ્વ આતંકવાદ સામે લડી રહ્યું છે અને આવા સમયે કેટલાક લોકો આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય ઠેરવી રહ્યા છે. તેમને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરી રહ્યા છે. વિશ્વ કટોકટી, યુદ્ધો અને હિંસાના સમયમાંથી પસાર થઈ રહ્યું છે, તે સંઘર્ષ કરી રહ્યું છે. શાંતિ લાવવા અને રસ્તો બતાવવા માટે મહાત્મા ગાંધીના આદર્શોની હજુ પણ જરૂર છે.ડિસેમ્બરમાં ભારત UNCSમાં બે વર્ષ પૂર્ણ કરે છે
ભારતે આ વર્ષના ડિસેમ્બરના અંતમાં 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNCS) ના ચૂંટાયેલા સભ્ય તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારે બે આતંકવાદ વિરોધી બેઠકોની અધ્યક્ષતા કરવા સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યા હતા.