Published by : Rana Kajal
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ કે તમે તમારું ઘર સંભાળો, પીઓકેની જનતા પણ ભારતમાં સામેલ થવા માંગે છે… સંરક્ષણ રાજનાથ સિંહે કહ્યું કે ત્યાં રહેતા પીઓકેમાં લોકો જુએ છે કે લોકો આ બાજુ શાંતિથી જીવી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન સરકાર તેમના પર અત્યાચાર કરે છે ત્યારે દુ:ખ થાય છે.રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે પોતાનું ઘર સંભાળે.. કાશ્મીરનું નામ લેવાથી કશું મળશે નહીં. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) હંમેશાથી અમારો ભાગ છે. ભારતે પીઓકેને પાછું લેવા માટે વધુ કામ કરવાની જરૂર નથી. ત્યાની જનતા પણ ભારતમાં સામેલ થવા માંગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન ભારત-અમેરિકા સંયુક્ત નિવેદન પર પાકિસ્તાનની પ્રતિક્રિયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સ્વાભાવિક છે કે આ નિવેદનથી પાકિસ્તાન ભડકી ગયું છે. જેણે ભારત પર કાશ્મીરથી દુનિયાનું ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે હું પાકિસ્તાનને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી તેને કશું જ નહીં મળે. તમે તમારા ઘરનું ધ્યાન રાખો……