પથ્થર છે પણ રામસેતુના અંશ કહી શકાય નહીં…રામ સેતુના અસ્તિત્વ માટે વર્ષોથી વાદ વિવાદ ચાલી રહ્યો છે તેવામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતુ કે પથ્થર છે પરતું રામ સેતુના અંશ છે એવુ કહી શકાય નહીં.
કેન્દ્ર સરકારે રામસેતુને લઇને રાજ્યસભામાં પોતાની રજૂઆત કરી હતી. પરમાણુ ઊર્જા અને સ્પેસ ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ટેક્નોલોજી મારફતે કેટલીક હદ સુધી અમે રામસેતુના ટુકડા, આઇલેન્ડ અને એક પ્રકારના લાઇમ સ્ટોનના ઢગલાની ઓળખ કરી શક્યા છીએ પરંતુ પુલનો હિસ્સો છે કે અવશેષ તેમ કહી શકાય નહીં.રામસેતુની શોધમાં કેટલીક મર્યાદા છે. તેનો ઇતિહાસ 18 હજાર વર્ષ જૂનો છે. જે પુલની વાત થઇ રહી છે તે 56 કિમી વિશાળ ઘેરાવામાં હોવાની વાત છે. સરકાર પ્રાચીન દ્વારકા અને આવા મામલાની તપાસ માટે કામ કરી રહી છે. 15મી શતાબ્દી સુધી આ માળખા પર ચાલીને રામેશ્વરમથી મન્નાર સુધી લોકો જતા હતા.ભારતના દક્ષિણ-પૂર્વમાં રામેશ્વરમ અને શ્રીલંકાના પૂર્વોતરમાં મન્નાર દ્વીપની વચ્ચે ચુનાના ખડકોની કડી છે.
આને ભારતમાં રામસેતુ અને દુનિયાભરમાં એડમ્સ બ્રિજ (આદમ પુલ)ના નામથી ઓળખાય છે. તેની લંબાઇ આશરે 48 કિમીની છે. આ પુલ મન્નારની ખીણ અને પાક જળડમરુ મધ્યને એકબીજાથી અલગ કરે છે.આ વિસ્તારમાં દરિયાની સ્થિતિ બદલાઇ છે અને શોધખોળ કરાઇ છે. 15મી શતાબ્દી સુધી આ માળખા પર ચાલીને રામેશ્વરમથી મન્નાર દ્વીપ સુધી લોકો જઇ શકતા હતા. પરંતુ દરિયાઈ તોફાનોએ અહીં દરિયાને ઊંડો બનાવવામાં ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ આ પુલ દરિયામાં ડૂબી ગયાની માહિતી રહી છે. જૉકે વર્ષ 2007માં યુપીએ સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે એવા કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી જેથી કહી શકાય કે સેતુનું નિર્માણ માનવી દ્વારા કરાયું હતું. જ્યારે આ મુદ્દાનો વિરોધ થયો ત્યારે સરકારે પોતાની એફિડેવિટ પરત ખેંચી લીધી હતી.