Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસખત પરિશ્રમથી સિદ્ધ કર્યો સંકલ્પ : વડોદરાની નિશાકુમારી માઉન્ટ એવરેસ્ટની ટોચ પર...

સખત પરિશ્રમથી સિદ્ધ કર્યો સંકલ્પ : વડોદરાની નિશાકુમારી માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચી, હવે માઉન્ટ લહોત્સેનું સહિયારું આરોહણ શરૂ કરશે…

Published By : Disha PJB

સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સિદ્ધિ તેને મળે છે જે પરસેવાથી નહાય છે.

જો કે વડોદરાની યુવતી નિશાકુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને પ્રબળ પરિશ્રમથી પોતાનો ખૂબ અઘરો સંકલ્પ પૂરો કર્યો છે. ખૂબ વિકટ આર્થિક પડકારો સામે ઝઝુમીને અને થાક્યા વગર પરિશ્રમ કરીને તે આ સિદ્ધિને પામી છે.

સૈનિક પરિવારનું સંતાન એવી નિશા કદાચિત એવરેસ્ટના શિખરે પહોંચનારી વડોદરાની પ્રથમ યુવા સાહસિક છે અને આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની આંગળીના વેઢે ગણાય એટલી યુવતીઓની યાદીમાં એણે પોતાનું નામ ઉમેર્યું છે.
નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થા ૮ કે એક્સપેડીશન્સની ૨૦૨૩ વસંત આરોહણની પ્રથમ ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે નિશાની પસંદગી થઈ હતી. તે લગભગ છેલ્લા ૩ વર્ષથી સઘન તાલીમ, સાયકલિંગ, રનીંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી. હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી.

ઉપરોક્ત સંસ્થાએ પ્રસારિત કરેલો સંદેશ મુજબ આ અભિયાન દળના ૮ સદસ્યોએ તા.૧૭ મી મે ની સવારે એવરેસ્ટ પર્વત શિખર પર ( ઉંચાઈ ૮૮૪૮.૮૬ મીટર) સુરક્ષિત અને સફળ આરોહણ કર્યું છે. આ દળમાં નિશા ઉપરાંત વધુ એક ભારતીય પર્વતારોહી સંતોષ દેગાડે નો સમાવેશ થાય છે. ચીન,અમેરિકા, મોંગોલિયા, ફ્રાન્સ ઇત્યાદિ દેશોના સાહસિકોના દળમાં સમાવેશ થાય છે. ૮ કે એકસપેડીશન્સના ૧૦ જેટલા કુશળ શેરપાઓના માર્ગદર્શન હેઠળ આ સાહસને સફળતા મળી છે.

જો કે વાત આટલેથી પૂરી થતી નથી. નિશાના માર્ગદર્શક અને પ્રોત્સાહક નિલેશ બારોટે જણાવ્યું કે આ અભિયાનમાં એવરેસ્ટની સાથે તેના જોડીયા પર્વત જેવા માઉન્ટ લહોત્સેને સર કરવાનું આયોજન છે. એટલે નિશા એ એવરેસ્ટની ટોચ પરથી અવરોહણ કરીને કે ૪ કેમ્પથી ઉપરોક્ત બીજા પર્વતનું આરોહણ શરૂ કર્યું છે અને તેમાં સફળતા પછી તેનું આ અભિયાન પૂરું થશે. હિમાલયનો આ એવો પર્વત છે જેનું અત્યાર સુધી બહુધા આરોહણ થયું નથી.

નિશા એ પર્વતરાજ હિમાલયની ઊંચાઈ જેટલી જ ઊંચી આ સિદ્ધિ મેળવીને વડોદરાની સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!