Published by : Vanshika Gor
દિલ્હી પોલીસના સાયબર સેલએ 5 છેતરપિંડી કરનારા ગેંગનો પર્દાફાશ કર્યો, જેમણે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, સચિન તેંડુલકર, આલિયા ભટ્ટ જેવા લગભગ 95 સેલિબ્રિટીઝના નકલી આધારકાર્ડ્સ અને પાનકાર્ડ બનાવી બેંક ક્રેડિટ કાર્ડ મારફતે 50 લાખ રૂપિયા ઠગ કરી હતી. આ રીતે ઠગે બધા સેલિબ્રિટીઝનો સિવિલસ્કોર બગાડી નાખ્યો હતો.
સેલિબ્રિટીઝના નકલી ક્રેડિટ કાર્ડ બનવી 50 લાખથી વધુની છેતરપિંડી કરી
પૂર્વી રેન્જના જોઈન્ટ કમિશનર છાયા શર્માના જણાવ્યા અનુસાર, પુણેમાં ક્રેડિટ કાર્ડ બનાવતી કંપની સાથે સંકળાયેલ પ્રેમ શેખાવત ફરિયાદ કરી હતી કે કેટલાક લોકોએ બનાવટી દસ્તાવેજો દ્વારા, સચિન તેંડુલકર, આલિયા ભટ્ટ, હિમેશ રેશમિયા, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના નામે ક્રેડિટ કાર્ડ બનાવ્યા હતા અને 50 લાખથી વધુની છેતરપિંડી કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
પોલીસે આરોપી વિરુધ કેસ નોંધી ક્રેડિટ કાર્ડના આઈપી એડ્રેસ અને મોબાઈલના સીડીઆર પરથી પકડયા હતા. પોલીસ તપાસમાં માહિતી મળી હતી કે, આ ગેંગ દિલ્હીની છે અને જયપુરથી ચલાવતા હતા. આ પછી પોલીસે દિલ્હીમાંથી એક સુનીલકુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી પાસેથી ઘણા નકલી નામોના આધાર કાર્ડ, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ મળ્યા હતા. આ રીતે આખી ચેન ચાલતી હતી જેને પોલીસ પકડી પડી અને આગળની તપાસ હાથ ધરી છે.