Published by : Rana Kajal
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 મેચ આવતીકાલ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ મેચ ઘણી રીતે મહત્વની રહેશે. આ T20 મેચની શ્રેણી કોણ જીતશે તે નક્કી થશે. અને બીજું, મેચની શરૂઆત પહેલા, દેશના 15 વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે, જેમને આ મેચ જોવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્લ્ડ ચેમ્પિયન બનેલા તમામ મહિલા ખેલાડીઓનું સન્માન સચિન તેંડુલકરના હસ્તે કરાશે. અહીં 15 વર્લ્ડ ચેમ્પિયન એટલે ૧૫ છોકરીઓને સન્માન કરવામાં આવશે. જેઓ અંડર 19 T20 વર્લ્ડ કપ જીતીને દક્ષિણ આફ્રિકાની ધરતી પરથી સ્વદેશ પરત ફરી છે. BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટર પર તેમણે લખ્યું, “મને ખૂબ જ આનંદ થાય છે કે ભારત રત્ન સચિન તેંડુલકર અને BCCIના અધિકારીઓ 1 ફેબ્રુઆરીએ સાંજે 6.30 વાગ્યે ભારતની વર્લ્ડ ચેમ્પિયન U-19 મહિલા ટીમનું સન્માન કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનું સન્માન કરવામાં આવશે.