Published By:-Bhavika Sasiya
- દેશ અને રાજ્યમાં હવામાન અંગે સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલ દેશ અને રાજ્યમાં ખુબ પ્રસિદ્ધ છે એટલે સુધી કે વાદળ છવાયેલું હોય અને અંબાલાલ કાકા આગાહી કરેકે વરસાદ નહીં પડે તો લોકો છત્રી લીધા વગર બહાર નીકળે છે.
76 વર્ષની જૈફ વયે પણ હવામાનની સ્થિતિ જાણવા સતત વ્યસ્ત રહેતા અંબાલાલ કાકા છેલ્લા 43 વર્ષથી હવામાનને લઈને આગાહી કરનાર અંબાલાલ પટેલ અંતરીક્ષમાં થઈ રહેલ હવામાનની હલન ચલન વિશે જાણી શકે છે ? તેમની પાસે એવી તે કંઈ શક્તિ છે જેનાથી તેઓને હવામાન અંગેનું જ્ઞાન મળી રહ્યું છે? અંબાલાલની સાદગી ભર્યું જીવન જીવે છે. નોકરીકાળ દરમિયાન અંબાલાલ પટેલને એક એવો વિચાર આવ્યો કે તેઓએ વરસાદ અંગેની સ્થિતિ મેળવીને ખેડુતોને ઉપયોગી બનવાનું નક્કી કર્યું. વર્ષ ૧૯૭૦ થી ૧૯૮૦ સુધીનો એ સમય એવો હતો કે વરસાદ અનિયમિત થતો હતો. જેના લીધે વાવેતર કરનાર ખેડુતોને મોટુ નુકશાન સહન કરવાનો વારો આવતો હતો. સરકારી નોકરી દરમિયાન અંબાલાલને મોટે ભાગે ખેડુતો સાથે મુલાકાત થતી હતી અને ખેડુતોની પીડા તે જાણતા હતા. આ પીડા દુર કરવા માટે અંબાલાલ પટેલે જ્યોતિષ શાસ્ત્ર અને વિવિધ થી હવામાન અંગેની માહિતી જાણવાનું શરુ કર્યું. ત્યાર પછી અંબાલાલ સૌ પ્રથમ ૧૯૮૦માં વરસાદ અંગે સચોટ આગાહી કરી હતી અંબાલાલને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આગાહી કરવાની શરૂઆત કઈ રીતે કરી અને પહેલી આગાહી ક્યારે કરી ત્યારે અંબાલાલ જણાવે છે કે હું જ્યારે બીજ ચકાસણી વિભાગમાં કામ કરતો ત્યારે મારે અલગ અલગ જગ્યાએ આખા ગુજરાતમાં ખેડૂતોને મળવાનું થતું. તો ઘણા ખેડૂતોના પાકમાં ખૂબ જ ખરાબી હોય અને બીજનો ભાવ ન મળતો. ખેડૂતો પણ ચિંતાતુર હોય. એટલે મે સહજ રીતે પૂછ્યું કે ભાઈ તમારા બીજમાં કેમ ગુણવત્તા નથી. ત્યારે ખેડૂતો જવાબ આપતા કે વરસાદનું કંઈ નક્કી નથી રહેતું. જો અમને ખબર હોય કે વરસાદ ક્યારે આવે અને કેવો આવશે તો અમે એ રીતે તૈયારી કરીએ જેથી નુકસાન ઓછું થાય. ગુજરાતના દરેક ગામડામાં આવી જ પરિસ્થિતિ હતી અને જગતનો તાત ચિંતામાં હતો. દરેક જગ્યાએ દરેક ખેડૂતની આ ચિંતા અંબાલાલ પટેલને ખૂંચી. તેઓ વિચારવા લાગ્યા કે આ કેટલો સાર્વજનિક પ્રોમ્લેબ છે એમણે મનોમન વિચાર કર્યો કે મારે કંઈક કરવું છે. અંબાલાલે વિચાર્યું કે વરસાદ પણ કંઈક તો સંશોધન કરવું જોઈએ કે જેથી ખેડૂતોને રાહત રહે. પછી અંબાલાલ જ્યાં જ્યાં જાય ત્યાંથી જ્યોતિષની બૂકો લાવે અને વાંચે. ભારતીય હવામનનો જ્યાં ઉંડો અભ્યાસ કરવા મળે એ બધી પણ બૂકો લીધી. એ રીતે અંબાલાલ બધું જોવા અને જાણવા લાગ્યા. ગ્રહો, નક્ષત્રો અને બૂક… બધું જે જરૂરી લાગ્યું એનો તમામનો અભ્યાસ કર્યો અને પછી 1980માં પહેલી વરસાદની આગાહી કરી અને સાચી પડી. ત્યારબાદ અંબાલાલ આગાહી કરવા લાગી ત્યારબાદ અંબાલાલનું નામ પ્રખ્યાત થવા લાગ્યું . આજે તો કોઈ એવું નહીં હોય જે અંબાલાલને ન ઓળખતું હોય. ત્યારબાદ અંબાલાલ ધીરે ધીરે ન્યૂઝ પેપરમાં પણ પોતાની આગાહીઓ લખતા થયા. અલગ અલગ 15 ન્યૂઝ પેપરમાં તેમની આગાહીઓ છપાતી. અલગ અલગ 15 ન્યૂઝ પેપરમાં ગુજરાતીઓ અંબાલાલ પટેલની આગાહીઓ વાંચતા હતા. ત્યારબાદ અંબાલાલ પટેલે ઠંડી અને ગરમી વિશે પણ આગાહી કરવાનું શરૂ કર્યું અને 5 વર્ષ બાદ એટલે કે 1985થી અંબાલાલે વરસાદની સાથે સાથે ગરમી અને ઠંડીની આગાહીઓ કરવાનું પણ શરૂ કર્યું. 1980થી લઈને 2023 સુધી હજુ અંબાલાલની આગાહીઓ થતી આવી છે અને સાચી પણ પડતી આવી છે. અંબાલાલ કહે છે કે હજુ મારી અમુક આગાહીઓ ખોટી પડે છે જેના કારણે મારે વધારે અભ્યાસ કરવાની જરૂર છે અને હું કરતો પણ રહું છું.ભર ઉનાળે કમોસમી વરસાદ પડશે. આ વર્ષે ખુબ જ સારો વરસાદ થવાનો છે. કમોસમી વરસાદ સાથે અતિ ભારે વાવાઝોડું ત્રાટકશે, હવામાન શાસ્ત્રીઓમાં લોકો જેના ઉપર સૌથી વધુ વિશ્વાસ મુકે છે તે અંબાલાલ પટેલ છે કોણ ? તે કંઈ રીતે હવામાનને લગતી આગાહી કરે છે?
76 વર્ષની જૈફ વયે પણ હવામાનની સ્થિતિ જાણવા સતત વ્યસ્ત રહેતા અંબાલાલ પટેલે જણાવ્યુ કે એક જગ્યા ઉપર બેઠા બેઠા કંઈ રીતે તેઓ અંતરીક્ષમાં થઈ રહેલ હવામાનની હલન ચલન વિશે જાણી શકે છે ? તેની પાસે એવી તે કંઈ શક્તિ છે જેનાથી તેઓને હવામાન અંગેનું જ્ઞાન મળી રહ્યું છે ? તેના જવાબમાં અંબાલાલ કાકા એ જણાવ્યુ કે જ્યોતિષના પુસ્તકો અને અંતરિક્ષના જ્ઞાનના કારણે આગાહી કરવુ શક્ય બન્યુ છે