દેશમા દિન પ્રતિદિન સડક અને ટ્રેન માર્ગ પર ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં ભારતની 23 નદીઓમા કાર્ગો અને પ્રવાસી જહાજોની અવર જવર નુ આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રાચીન ભારતમાં નદીઓ મારફત એટલેકે જળમાર્ગે માલસામાન અને પ્રવાસીઓની અવરજવર થતી હતી. જૉકે હજી પણ દેશના ઘણાં વિસ્તારોમા હોડી દ્વારા અવરજવર થઈ રહી છે. પરંતું હવે નદી માર્ગે તેમજ જળમાર્ગે પ્રવાસીઓની અને કાર્ગો એટલેકે માલસામાનની નિયમિત ધોરણે અવરજવર થઈ શકે તેવુ આયોજન કરવામા આવી રહ્યુ છે. નદીઓ ઉપરાંત નાની મોટી ખાડીઓ અને દરિયાના પટનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેના આયોજન અંગે ગંભીરતા પૂર્વક આયોજન કરવામા આવી રહ્યુ છે દેશની 23 જેટલી નદીઓનો ઉપયોગ પ્રથમ ચરણમા કરવામા આવશે તેમાં સફળતા પ્રાપ્ત થયા બાદ દેશની અન્ય નદીઓનો પણ સમાવેશ કરવામાં આવશે જૉકે હાલમાં કઈ નદીમા કેટલું પાણી રહે છતેમજ અન્ય પાસાઓ અંગે ચર્ચાવિચારણા કરવામા આવી રહીં છે