Published by : Rana Kajal
કહેવાતા ચુસ્ત અને કડક ચેકીંગ હોવા છતાં મોબાઈલ જેલમા જાય છે જે ખતરનાક બાબત છે…હવે ફરી ઓપરેશન ક્લીન કયારે…? રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભરુચની સબજેલનું ચેકીંગ કરવામા આવતા 4 મોબાઈલ, 1 ચાર્જર અને રૂ 4500 રોકડા મળી આવ્યા હતા. આ ચોંકાવનારી ધટના કહી શકાય. હવે સબજેલ મા મોબાઈલ પહોચ્યા કંઈ રીતે તેની તપાસ થવી જરૂરી છે.ભરૂચ સમજેલમાંથી મોબાઈલ ફોન મળી આવે તે નવાઈની બાબત નથી. અત્યાર સુધી ઘણીવાર મોબાઈલ ફોન, સીમકાર્ડ મળી આવ્યા છે. પરંતું હવે તેની સઘન તપાસ થવી જરૂરી છે. સાબરમતી જેલમાંથી જો અતીક મોબાઈલ વડે ઉત્તરપ્રદેશ સુધી હત્યાની ઘટનાને અંજામ આપી શકતો હોય તો મોબાઈલ પણ ગુનેગારના હાથમાં જેલમાં જાય તો તે ખતરનાક શસ્ત્ર સાબીત થઈ શકે છે. ત્યારે સબજેલ ભરૂચમાં મોબાઈલ ફોન પહોચ્યા કેવી રીતે તેની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના જણાઈ રહી છે. સબજેલમાં મોબાઈલ, ચાર્જર અને રોકડા રૂપિયા આટલા કડક ચેકીંગ હોવા છતાં પહોંચ્યા કઈ રીતે તેની સઘન તપાસ કરવામાં આવે તો ઓપરેશન ક્લીન વાસ્તવમા ઓપરેશન ક્લીન સાબીત થશે કહેવાતી કડક ચેકીંગ વ્યવસ્થા વાસ્તવમાં કેટલી ખોખલી છે તેથી ભ્રષ્ટાચારના ગંદા નાળાને બંધ કર્યાં બાદજ ઓપરેશન ક્લીન સફળ થઈ શકશે તે બાબત નક્કી છે