એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની પહેલી ભારતની મેચ ક્રિકેટ પ્રેમીઓ ભૂલી શકે તેમ નથી તેમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું યોગદાન નોંધપાત્ર રહ્યુ હતુ એમ પણ કહી શકાય કે પાકિસ્તાન સામેની વિજયમાં રવિન્દ્ર જાડેજાનો દેખાવ ખુબ સારો હોવાના પગલે ભારતની જીત શક્ય બની હતી. પરંતુ તેવામાં ક્રિકેટના પ્રેમીઓને ખુબ આઘાત જનક સમાચાર પ્રાપ્ત થયા અને તેમાં પણ રવિન્દ્ર જાડેજાના ચાહકો માટે ખુબ નિરાશા જનક સમાચાર મળ્યા કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણના ભાગે ઇજા પહોંચતા તે એશિયા કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે કેટલાક એમ પણ માની રહ્યા છે કે રવિન્દ્ર જાડેજા ટીમમાં સામેલ ન હોવાના કારણે ભારત એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ન જીતી શકયુ. હાલ રવિન્દ્ર જાડેજા ઘૂંટણના સફળ ઓપરેશન બાદ નેશનલ ક્રિકેટ એકેડમી NCAમાં આરામ કરી રહયો છે. તેના કુટુંબીજનોના જણાવ્યા અનુસાર તેની રિકવરી ખુબ ઝડપથી થઇ રહી છે.
સમગ્ર એશિયા કપ ટુર્નામેન્ટમાં ન રમી શકવા અંગે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને અફસોસ…
RELATED ARTICLES