- જિલ્લામા સરેરાશ 19મીમી વરસાદ વરસ્યો
- અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ
ભરુચ જિલ્લામા આજે તા 11 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 19મીમી વરસાદ વરસ્યો હતો. તાલુકા મુજબ વરસાદની વિગત જોતા સૌથી વધુ અંક્લેશ્વર તાલુકામાં આશરે 2 ઈંચ – 58મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે નેત્રંગ તાલુકામાં ઝરમર વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો.
આમોદ તાલુકામાં 10મીમી, જંબુસર તાલુકામાં 03મીમી, ઝઘડિયા તાલુકામાં 18મીમી, ભરૂચ તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ 30 મીમી વરસાદ જ્યારે વાલિયા તાલુકામાં આશરે 2 ઇંચ – 45 મીમી અને હાંસોટ તાલુકામા 10મીમી મળી કુલ 177મીમી વરસાદ વરસ્યો હતો.