Published By:- Bhavika Sasiya
- રૂ 4 હજાર કરોડ કરતા વધુનો નકલી બીજનો વેપલો….
રાજ્યમાં અને સાથે ભરૂચ જિલ્લામા નકલી બિયારણનો વેપલો ખુબ વધી ગયો છે. રાજ્યમા નકલી બિયારણનો વેપલો કરતા અને બીજ બુટલેગર તરીકે કુખ્યાત થયેલા વેપારીઓ ગરીબ ખેડુતોને વિવિઘ પ્રલોભનો આપતા તેમજ ઉધાર બિયારણ આપતા હોવાનાં પગલે ગરીબ ખેડુતો નકલી બિયારણ ખરીદી લેતા હોય છે જૉકે તેમને ખેડુતોને ખબર હોતી નથી કે તેઓ નકલી બિયારણની ખરીદી કરી રહ્યાં છે. આવું નકલી બિયારણ ખેતી ફેઇલ જવાથી વધું મોંઘુ સાબીત થાય છે. ખેડૂતોનું દેવું પણ વધી જાય છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ નકલી બિયારણનુ વેચાણ વાગરા તાલુકામાં થઈ રહ્યુ છે. જેમકે અધિકૃત માન્ય ન હોવા છતાં 80 ટકા બીટી કોટન બીજનું વેચાણ થઈ રહ્યું છે. રાજ્યમા નકલી બિયારણનો વેપલો રૂ 4 હજાર કરોડ કરતા વધુ હોવા છતાં સરકાર દ્વારા એક કડક પગલા લેવામાં આવતાં નથી.




