- ભારત સહિત વિદેશોમાં પણ આરોગ્ય ક્ષેત્ર નર્સ અને અન્ય સ્ટાફની માંગ થયેલ વધારો થયો છે
કોરોના મહામારીના યુગ બાદ હવે દુનિયાના મોટા દેશો હેલ્થ વર્કર્સ અને ખાસ કરીને નર્સની ભારે અછત સામે ઝઝૂમી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન વધુ કામ, ઓછા પગારથી કંટાળી અનેક સ્વાસ્થ્યકર્મીઓએ પોતાનું કામ છોડી દીધું હતુ. જેના કારણે પણ આરોગ્ય ક્ષેત્રે કામ કરનારાઓની અછત સર્જાઈ છે તે સાથે કોરોના યુગ બાદ જ્યારે દુનિયાભરમાં અવર-જવર શરૂ થઇ છે ત્યારે જર્મનીથી લઈને યુએઈ અને સિંગાપોર સુધી નર્સને વિઝા અને સારા પગારની ઓફર થઈ રહી છે. જેથી ભારતમાંથી આરોગ્ય ક્ષેત્રના કુશળ કર્મચારીઓ પરદેશ જતા હવે ભારતમાં પણ આ ક્ષેત્રમાં અછત વર્તાઈ રહી છે તે સાથે ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિઝનું તારણ એમ છે કે હવે પછી આવનારા વર્ષોમાં 1.30 કરોડ નર્સ અને હેલ્થ વર્કર્સ કરતાં વધુ મેડીકલ ક્ષેત્રના લોકોની જરૂર પડશે. ગ્રાન્ડ રિવ્યૂ રિસર્ચ અનુસાર વૈશ્વિક સ્વાસ્થ્ય દેખરેખ સ્ટાફિંગ ક્ષેત્ર ખુબ વધી રહ્યુ છે. એક અંદાજ મુજબ વાર્ષિક 6.9%ના દરે વધી રહ્યુ છે. તેથી વિકસિત દેશોમાં અવિકસિત અથવા તો અર્ધ વિકસિત દેશોમાંથી મેડીકલ ક્ષેત્રના કુશળ લોકો જાય એમ લાગી રહ્યુ છે જેમકે વિકસિત દેશોમાં ભારત અને ફિલિપાઈન્સ જેવા દેશોથી સૌથી વધુ નર્સ બોલાવાય છે..દુનિયાભરમાં સૌથી વધુ નર્સ અને હેલ્થ વર્કર્સ ભારત અને ફિલિપાઈન્સથી બોલાવાય છે. હાલ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, કેનેડા, ચિલી, ચેક ગણરાજ્ય, ડેનમાર્ક, એસ્ટોનિયા ફિનલેન્ડ, ગ્રીસ, હંગેરી, આઈસલેન્ડ, આયર્લેન્ડ, ઈઝરાયલ, ઈટાલી, જાપાન, પોર્ટુગલ, સ્લોવાક ગણરાજ્ય, સ્લોવેનિયા, સ્પેન, સ્વિડન, સ્વિટ્ઝર્લેન્ડ, તૂર્કી આ દેશોમાં સૌથી વધુ વિદેશોથી ખાસ કરીને ભારતથી બોલાવેલી નર્સો કામ કરી રહી છે. જેમને આકર્ષક પગાર અને અન્ય લાભોની ઓફરો આપવામાં આવી રહી છે.