Published By : Disha PJB
આપણા ચહેરા પર દાંત એ સુંદરતા માટે જરૂરી છે. પરંતુ ઘણી વખત આ દાંત પીળા પડી જતા હોય છે. ત્યારે ચહેરાનો દેખાવ ફિક્કો લાગવા લાગે છે. આ સમયે તમે દાંતની પીળાશ દુર કરવા માટે દાંતના ડોકટરનો સંપર્ક કરો છો. જે તમને દવા આપીને પીળાશ દુર કરવા કહે છે. પરંતુ તમે ઘરે પણ કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને દાંતની પીળાશ દુર કરી શકો છો.
મજબૂત અને સફેદ દાંત કોને પસંદ હોતા નથી. જેમ-જેમ તમે મોટા થાઓ છો, દાંત પીળા થઈ જાય છે. વાસ્તવમાં ચાવવા અને ખાવા-પીવાના એસિડના સંપર્કમાં આવવાથી દાંતોની તામચિની દૂર થઈ જાય છે. તામચિની ઉંમર સાથે પાતળી થતી જાય છે. જેનાથી દાંત પીળા પાડવા લાગે છે. નીચે આપેલ ઉપાયો અપનાવો અને તેને ઘરબેઠા સફેદ કરો.
કોકો પાવડર : તે માટે તમારે કોકો પાવડર અને પાણી અથવા નારિયેળનું તેલ જોઈશે. સૌથી પહેલા કોકો પાવડરને નારિયેળ તેલ અથવા પાણી સાથે મિક્સ કરો, તેનું એક પેસ્ટ બનાવી લો. આ મિશ્રણથી તમારા દાંતને હંમેશની જેમ બ્રશ કરો. આ ઉપચારથી થોડા જ દિવસોમાં તમારા પીળા દાંત સફેદ થવા લાગશે.
લીમડાના પાન : દાંત માટે લીમડાનું દાંતણ પણ ખુબ જ ફાયદાકારક છે. તેનાથી દાંત મજબુત બનવાની સાથે સફેદ પણ બને છે. તે માટે તમને લીમડાના પાન અને પાણી જરૂર પડશે. સૌથી પહેલા લીમડાના પાનને પાણીના વાસણમાં ઉકાળવા મૂકો. હવે તેને ગાળી લો, તેને ઠંડુ થવા દો અને તેનાથી કોગળા કરો.
આદું અને મીઠું : આદુના એક નાના ટુકડાને વાટી લો. ¼ ચમચી મીઠું લઈને આદુમાં મિક્સ કરો. લીંબુનો એક નાનો ટુકડો કાપી આ મિશ્રણમાં તેનો રસ ઉમેરો અને પછી સરખી રીતે મિક્સ કરી લો. તેને ટૂથબ્રશથી દાંત પર લગાડવું.
ફુદીનાના પાન અને નારિયેળ તેલ : ફુદીનાના પાંદડાને વાટીને નારિયેળ તેલમાં મિક્સ કરી લો. સરખી રીતે મિક્સ કરો અને આ મિશ્રણને ટૂથબ્રશથી તમારા દાંત પર લગાડો. ફુદીનાનો વધારે પ્રયોગ ન કરવો. 3 થી 5 પાંદડા પૂરતા છે. આમ દાંતની સફેદી માટે અહી આપેલ ઉપાયો સિવાય તમે સોડા, અને લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી પણ દાંત સફેદ થાય છે.