Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસમસ્યા અને તેનુ સમાધાન...ટ્રેન ટિકિટ બુક કરવી છે, પણ IRCTCની સાઈટ પરથી...

સમસ્યા અને તેનુ સમાધાન…ટ્રેન ટિકિટ બુક કરવી છે, પણ IRCTCની સાઈટ પરથી મેળ પડતો નથી… તો અજમાવો નવો ઉપાય…ખુદ રેલવેએ જણાવ્યો નવો જુગાડ…

Published By : Parul Patel

મોટા ભાગે રેલ્વે ટ્રેનમાં રિઝર્વેશન મેળવવું ખુબ કઠીન બની જાય છે, ત્યારે હવે મુસાફરો રિઝર્વેશન મેળવવા નવા ઉપાય કરી રહ્યા છે…

ભારતનું રેલ નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું રેલ નેટવર્ક છે. લાખો લોકો રોજ રેલવે દ્વારા પોતાના સ્થાને પહોંચે છે, અથવા તો નોકરી-ધંધે જવા માટે નિયમિતપણે રેલવેનો ઉપયોગ કરે છે. ટ્રેનમાં યાત્રા કરવા માટે સામાન્ય રીતે લોકો ટિકિટ બારીએથી ટિકિટ મેળવી લેતા હોય છે, પરંતુ હવે ડિજિટલ યુગમાં લોકો સ્માર્ટફોનની મદદથી IRCTCની વેબસાઈટ પર ટિકિટ બુકીંગ સેવાનો લાભ લેવા લાગ્યા છે.

પરંતુ ઘણીવાર લોકોને IRCTCની વેબસાઈટ પર ટિકિટ બુક કરવામાં મુસીબતોનો સામનો કરવો પડે. ઘણા પ્રયત્નો છતાં ટિકિટ બુકીંગ ન થઈ શકતાં લોકોએ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. જોકે, રેલવે વિભાગે આ સમસ્યા અંગે જાણકારી આપી હતી, ગત મંગળવારે સવારે ટિકિટ બુકીંગ કરવામાં સમસ્યાનો સામનો કર્યા બાદ લોકોએ ટ્વીટર પર IRCTC અને રેલવે વિભાગને ટેગ કરીને ટ્વીટ કર્યા હતા અને ફરિયાદ કરી હતી. જેના જવાબમાં રેલવે વિભાગે જણાવ્યું હતું કે, ટેક્નિકલ ખામીના કારણે ટિકિટ બુકિંગમાં સમસ્યા સર્જાઈ હતી. જલ્દી જ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. ત્યાં સુધીમાં યાત્રીઓ દિશા ચેટબોટ દ્વારા પોતાની ટિકિટ બુક કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે, IRCTCની વેબસાઈટ પર જ દિશા ચેટબોટનો ઓપ્શન આપવામાં આવે છે. આ ચેટબોટની મદદથી કોઈપણ યાત્રી પોતાના સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. જોકે, ઘણા યુઝર્સ ટ્વીટર પર IRCTCને ટેગ કરીને સવાલ કરી રહ્યા હતા. ઘણા યુઝર્સે તો એમ પણ પૂછ્યું હતું કે, દિશા ચેટબોટ થકી ટિકિટ બુક કરવાનો પ્રયત્ન કર્યો, ટિકિટ તો બુક ન થઈ, પરંતુ અમારા પૈસા કપાઈ ગયા. અમારા પૈસા અમને પરત આપો. યુઝર્સ સમસ્યાથી પરેશાન થઈને સતત IRCTCને સવાલ કરી રહ્યા હતા. ત્યારે IRCTCએ જવાબમાં જણાવ્યું કે, “તમે દિશા ચેટબોટની મદદથી ટિકિટ બુક કરાવી શકો છો. આ ઉપરાંત તમે એમેઝોન(Amazon), મેક માઈ ટ્રીપ(Make My Trip) જેવા બિઝનેસ પાર્ટનરની મદદથી પણ ટિકિટ બુક કરાવી શકો છો. એટલું જ નહીં, ઘણી બેન્કિંગ એપ્સ પણ ટ્રેન ટિકિટ બુકિંગની સુવિધા પ્રદાન કરે છે, તમે ત્યાંથી પણ ટિકિટ બુક કરાવી શકો છો.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!