Home Bharuch સરકારને પણ નડી મોંઘવારી : એક વર્ષ પહેલાં જાહેર રૂ.41 કરોડના ફ્લાયઓવરમાં...

સરકારને પણ નડી મોંઘવારી : એક વર્ષ પહેલાં જાહેર રૂ.41 કરોડના ફ્લાયઓવરમાં 50 ટકાનો વધારો કરાયો

0

તમામ ક્ષેત્રે મોંઘવારીનો માર વેઠી રહેલી પ્રજા બાદ હવે સરકારને પણ મોંઘવારીનો ડામ સહન કરવાનો વારો આવ્યો છે.ભરૂચમાં ગત વર્ષે રૂ.41 કરોડના ખર્ચે સેન્ટ ઝેવિયર્સથી મહંમદપુરા સર્કલ સુધી જાહેર કરાયેલા ટ્રાય એન્ગલ ફલાય ઓવરનું બજેટમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

SOR , સિમેન્ટ, રેતી, કપચી, મટિરિયલ્સ, ઇંધણના ભાવો વધતા નિર્ણય

શિડયુલ ઓફ રેટ, સિમેન્ટ, લેબર, કપચી, ઇંધણના વધેલા ભાવોને લઈ ભરૂચના MG રોડ ઉપર ટ્રાફિકના નિવારણ માટે બનનાર ત્રી પાંખિયા 1530 મીટર લાંબા અને 8.40 મીટર પોહળા ફ્લાયઓવરનું બજેટ રૂ. 20.89 કરોડ વધારવાની સરકારને ફરજ પડી છે.

ગુજરાત મ્યુન્સીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ ફ્લાયઓવરની રિવાઇઝ દરખાસ્તને સિદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે.આ ફ્લાયઓવર ભરૂચ MG રોડ સેન્ટ ઝેવિયર્સથી મહમદપુરા સર્કલ અને સર્કલથી બંબાખાના દહેજ રોડ તરફ ટ્રાય એન્ગલ શેપમાં બનવાનો છે. જેના સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version