ખેડૂતોને સલાહ આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે માર્કેટીંગ માટે સરકાર પર નિર્ભર ન રહેતા આત્મનિર્ભર બનો…..
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/e6dc05a4bccc1ad22df3558c2c1b0f0e.jpg)
ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને તેમની ખેત પેદાશો માટે યોગ્ય અને પોષણ ક્ષમ ભાવ મળી રહે તેની સમસ્યા હરહંમેશ રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ખેડૂતોએ ખેત પેદાશો માટે માર્કેટીંગ અને નિકાસ માટે પોતાની કંપનીઓ ઉભી કરવી જોઈએ. ખેડૂતોએ માર્કેટિંગ માટે સરકાર ઉપર નિર્ભર ન રહી જાતે જ પોતાની પ્રોડક્ટસનું માર્કેટિંગ કરવું જોઈએ એમ જણાવી તેમણે ખેડૂતોને આત્મનિર્ભર થવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના એગ્રોવિઝન ફાઉન્ડેશન અને સરકારી સંસ્થા એવી એગ્રિકલચર ઍન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટ્સ એક્ષપોર્ટ ડેવલેપમેન્ટ ઓથોરિટી દ્વારા આયોજિત આઉટ રીચ કાર્યક્ર્મમાં ઉપસ્થીત રહયા હતા તે સમયે તેમણે ખેડૂતોને સલાહ આપી હતી.