- સલમાન ખાન ગત મોડી રાત્રે આમીર ખાનના નિવાસ સ્થાને પહોચી ગયો હતો.જેથી બન્ને વચ્ચેના અબોલા દૂર થયા હતા…
સફળ ફિલ્મ અંદાજ અપના અપનાની સિકવલ મા સલમાન ખાન અને આમીર ખાન સાથે આવે તેવી અટકળો ચાલી રહી છે સલમાન ખાન અને આમીર ખાન વચ્ચે વર્ષો જૂના અબોલા તૂટયા હોવાના સંકેત છે. સલમાન ખાન અડધી રાતે આમીર ખાનને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. તે પછી બંને કલાકારો કદાચ ‘અંદાજ અપના અપના’ની સિકવલમાં સાથે આવી શકે છે તેવી અટકળો ફેલાઈ છે. ૨૦૧૬મા આમીરે કુસ્તી પર આધારિત ‘દંગલ’ બનાવી હતી તો સલમાને તેના પર જ આધારિત ‘સુલતાન’ બનાવી હતી. એક જ વિષય પર એકસાથે ફિલ્મ બનાવવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. તે પછી વર્ષોથી બંનેએ એકબીજા સાથે વાત કરી નથી. સલમાન ખાનb રાતના સમયે આમિર ખાનના ઘરે પહોંચ્યો હતો. આ અચાનક પુન મિલનથી લોકને નવાઈ લાગી છે.આ મુલાકાત પછી ‘અંદાજ અપના અપના’ની સિકવલની અટકળો ફરી ગાજી રહી છે.વાસ્તવમાં દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ ફિલ્મની સીકવલની ઘોષણા થોડા દિવસો પહેલા જ કરી હતી. રાજકુમાર સંતોષીએ ફિલ્મની સીકવલનું નામ અદા અપની અપની હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારે તેની સાથે તેણે સ્ટારકાસ્ટ વિશે કોઇ ઘોષણા કરી નહોતી.