આજે અમે તમને સવારની વાસી લાળના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. લાળ એ મોઢામાં ઉત્પન્ન થતું પ્રવાહી છે. લાળ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે. લાળમાં રહેલા ઉત્સેચકો ખોરાકના પાચનમાં મદદ કરે છે. લાળ વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવવાનું પણ કામ કરે છે.
લાળના ઉપયોગથી આંખના રોગો, ત્વચા સંબંધીત રોગો અને દાંતને લગતી અનેક સમસ્યાઓમાં લાળનો ઉપયોગ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ લાળના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. સાથે જ તમને જણાવી દઈએ કે સવારે વાસી લાળ વધુ ફાયદાકારક સાબિત થાય છે.

સ્કીન સંબંધી સમસ્યાઓ માટે ફાયદાકારક
સવારની વાસી લાળ, સ્કીન પરના ડાઘા, પિમ્પલ્સ દૂર કરે છે. જો ખીલની સમસ્યા હોય તો ચહેરા પર વાસી લાળ લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે. શરીર પર થવાવાળી ફોલ્લીઓ અને ઘા પડ્યા પછી રૂઝ આવી ગયા બાદ જે ડાઘા રહી જાય છે તે ડાઘ દૂર કરવામાં સવારની વાસી લાળ ખૂબ ઉપયોગી છે.
પેટની સમસ્યાઓ માટે છે ઉપયોગી
પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે સવારની વાસી લાળ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ ક્યારેય નહીં થાય.
આંખો માટે ફાયદાકારક
જો તમારી આંખોની નીચે કાળા ડાઘ હોય તો તેના પર વાસી લાળ લગાવવાથી કાળા ડાઘો દૂર થાય છે. સવારે મોંની લાળથી આંખોની આસપાસ ઘસવાથી થોડા દિવસોમાં ડાર્ક સર્કલ દૂર થઈ થાય છે. કાજલની જેમ આંખોમાં લગાવાથી આંખોનું તેજ વધે છે.
દાંતોનું સુરક્ષા કવચ
વાસી લાળથી દાંતોને મજબૂતી મળે છે. લાળમાં પોટેશિયમ, સોડિયમ, ગ્લુકોઝ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પ્રોટિન હોય છે કે જે દાંતોને મજબૂત કરે છે. લાળમાં એન્ટી-બાયોટિક હોય છે, જે દાંતને ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે અને દાંત સડતા પણ નથી. તે દાંતના સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.
મોઢાની દુર્ગંધથી રાહત મળે
લાળની કમીના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. ઘણીવાર ભોજન કર્યા પછી તેના અમુક કણ દાંતમાં ફસાઈ રહેતા હોઈ છે, જેના કારણે દાંતમાં દૂષિત બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે અને ઈન્ફેક્શન થાય છે, જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવે છે. લાળથી આ કણો અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળી રહે છે.