Published by : Rana Kajal
કેળા આમ તો ગુણકારી છે પરંતુ ભૂખ્યા પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમનું પ્રમાણ જળવાતું નથી. તેથી શરીરને નુકશાનકારક સાબિત થાય છે તેવી જ રીતે સફરજન પણ ભૂખ્યા પેટે ખાતા આર્યુવેદના જણાવ્યા અનુસાર શરીરમાં બ્લોટીગ અને કબજિયાતની તકલીફ ઉભી થાય છે. તેવી જ રીતે ભૂખ્યા પેટે ચા કોફીનુ સેવન કરતા ગેસ સંબધીત સમસ્યાઓ વધી શકે છે. ટામેટામાં ટેનિક એસિડ હોય છે પરંતુ ભૂખ્યા પેટે ખાતા એસિડ રિફલકસની સમસ્યા વધે છે. આમ ઘણી ખાદ્ય સામગ્રી ગુણકારી હોવા છતાં ભૂખ્યા પેટે ખાવાથી શરીરને નુકશાન થાય છે…