Published By : Parul Patel
ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ ઈન ખાતે ભરુચ જિલ્લાની જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાની એપેક્ષ સહકારી સંસ્થાના પ્રમુખ વ્યક્તિઓ, એ.પી.એમ.સી, સહકારી બેંક, ખરીદ વેચાણ સંઘો, દુધ સહકારી સંઘ સહિત વિવિધ NGO ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની પ્રારંભ સહકાર ગીત અને વંદેમાતમ્ ગાન સાથે કરાયો હતો જે બાદ મહાનુભાવોના દ્વારા દિપ પ્રજવલન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
એન.જે પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતુ . આ કાર્યક્રમમાં પુર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી , પૂર્વં મહેસૂલ મંત્રી ખુમાનસિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ વાંસીયા, મારુતિસિંહ અટોદરિયા, લધુ ઉધ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ, સહિત વિવિધ સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે તમામ હોદ્દારોએ સુરેશભાઇ આહિર સાથે વિવિધ કામગીરી કર્યાના સંસ્મરણો યાદ કરી તેમની સેવાવૃત્તિને- સહકારી પ્રવ્રૃતિને બિરદાવી તેમને હવે જાહેર જીવનમાં સેવા આપવા હાકલ કરી હતી. નિવૃત્ત થતા સુરેશભાઇ આહીરે પણ તેમની દિર્ઘકાલીન સરકારી સેવાઓનો ચિતાર આપી તેમણે સ્થાપેલી સહકારી સંસ્થાઓને યાદ કરી સહકાર ક્ષેત્ર દ્વારા છેવાડાના વ્યક્તિ – અત્યોન્દય સુધી પહોંચવા “ ચલો જલાયે દિપ વહા જહા અભિ ભી અંધેરા હે” માટે હાકલ કરી તેવો સરકારી સેવા માંથી નિવ્રૃત થઇ રહ્યા છે, સહકારી સેવામાં અવિરત સેવા આપતારહીશે અને સહકારના દરેક પ્રશ્ન-સમસ્યા- મુંજવણ દુર કરવા ટૂંક સમયમાં ભરુચ મધ્યે સહકાર ભારતી પ્રેરિત “ સહકાર સેવા કેન્દ્ર” શરુ કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેરાત કરી હતી.કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.