Published By : Disha PJB
- ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે માય લિવેબલ ભરૂચ અંતર્ગત યોજાયો કાર્યકમ
માય લિવેબલ ભરૂચ અંતર્ગત પંડિત ઓમકારનાથ હોલ ખાતે કાર્યકમમાં જય વસાવડાએ ઉપસ્થિત રહી ભરૂચને સ્વચ્છ, સુંદર, રળિયામણું અને રહેવાલાયક કઈ રીતે બનાવી શકાય તેના પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના પ્રયાસો મક્કમ ગતિએ આગળ વધી રહ્યાં છે. વિવિધ કાર્યકમો, વોલ, ઓવરબ્રિજ પેઇન્ટિંગ, 24 કલાક સફાઈ સહિતની ગતિવિધિથી ભરૂચની કાયાપલટ કરવાની કામગીરી ચાલી રહી છે.
આજે રવિવારે જય વસાવડાની ઉપસ્થિતિમાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે માય લિવેબલ ભરૂચ હેઠળ કાર્યકમ અયોજીત કરાયો હતો.
જેમાં લેખક અને વક્તા જય વસાવડાએ તેમના દેશ અને વિદેશમાં વિવિધ સ્થળોના પ્રવાસ, અનુભવનો નિચોડ ઠાલવ્યો હતો. વહીવટી તંત્ર અને લોકોની ભાગીદારી, સહીયારા પ્રયાસથી ભરૂચ કઈ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરનું બની શકે તેના પર ભાર મુકાયો હતો.

કાર્યક્રમમાં કલેકટર તુષાર સુમેરા, આર.ડી.સી. એન.આર.ધાંધલ, ડીડીઓ પી.આર.જોષી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ધર્મેશ મિસ્ત્રી, નિરલ પટેલ, ખુમાનસિંહ વાસીયા, અભેસિંહ રાઠોડ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.