Published by : Rana Kajal
સાઉથના ડાયરેક્ટર એસએસ રાજામૌલી અને તેમની ફિલ્મ RRR આ દિવસોમાં દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને ક્રિટિક્સ ચો1ઈસ એવોર્ડ જીત્યા બાદ હવે તે હોલીવુડની ફિલ્મોમાં હાથ અજમાવવા માંગે છે. રાજામૌલી ગયા અઠવાડિયે ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ જીત્યા બાદ પીઢ દિગ્દર્શકો સ્ટીવન સ્પીલબર્ગ અને જેમ્સ કેમરોનને પણ મળ્યા હતા અને બંનેએ પીરિયડ ફિલ્મ RRRની પ્રશંસા કરી હતી.

RRR કલાકારો જુનિયર NTR અને રામ ચરણને તાજેતરમાં હોલીવુડ ફિલ્મોમાં કામ કરવાની તેમની યોજના વિશે પૂછવામાં આવ્યું હતું. હવે ડાયરેક્ટર એસએસ રાજામૌલી સાથે પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે તેમણે કહ્યું કે, મને લાગે છે કે, હોલીવુડમાં ફિલ્મ બનાવવી એ વિશ્વભરના દરેક ફિલ્મ ડાયરેક્ટરનું સ્વપ્ન છે. હું તેમનાથી અલગ નથી. હું પ્રયોગ કરવા માટે તૈયાર છું.