Home BOLLYWOOD સાઉથની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન – 1’નો બોકસ ઓફિસ પર તરખાટ…

સાઉથની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન – 1’નો બોકસ ઓફિસ પર તરખાટ…

0
  • ફિલ્મનું બે દિવસનું કલેકશન રૂ. ૧૫૦ કરોડ…

ભારતના જાણીતા ડિરેક્ટર મણિરત્નમની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન – 1’ થીયેટરો મલ્ટીપ્લેક્ષમાં રિલીઝ થઈ ગઈ છે. માત્ર બે દિવસમાં જ આ ફિલ્મનું કલેકશન સારું રહ્યું છે. આખા વિશ્વમાં આ ફિલ્મે 150 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. તામિલનાડુમાં પ્રથમ દિવસે જ પોન્નિયિન સેલ્વને 25 કરોડ તો બીજા દિવસે 3 કરોડ રુપિયાની કમાણી કરી છે.

સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ દિવસે 3 કરોડ અને બીજા દિવસે 34 કરોડનો બિઝનેસ કર્યો છે. રવિવારની રજાને જોતા ફિલ્મ ભારતમાં પહેલા ત્રણ દિવસમાં જ 100 કરોડનો બિઝનેસ કરી લેશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

પોન્નિયિન સેલ્વન ફિલ્મ તામિલ ભાષાની સૌથી મહાન કહેવાતી નવલકથા પર આધારિત છે.ફિલ્મ દક્ષિણ ભારતના શક્તિશાળી ચોલ સામ્રાજ્ય પર આધારિત છે.ફિલ્મ હિન્દીમાં પણ રિલિઝ કરાઈ છે ફિલ્મમાં એક્ટર વિક્રમ કાર્થી, એશ્વર્યા રાય બચ્ચન, ત્રિષા સહિતના કલાકારો મુખ્ય રોલમાં છે. ફિલ્મમાં મ્યુઝિક એ આર રહેમાનનું છે તો કેમેરાવર્ક રવિ વર્મનનું છે અને એડિટિંગ એ શ્રીકર પ્રસાદે કર્યું છે. મણિરત્નમની પોન્નિયિન સેલ્વન ફિલ્મ ‘PS – 1’ રૂપિયા 500 કરોડના બજેટમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version