Published by : Rana Kajal
- અહેવાલો મજુબ KGF 3નું શૂટિંગ 2025માં શરૂ થઈ શકે છે
આજે સાઉથના સુપર સ્ટાર યશના જન્મ દિવસે તેના ચાહકોને મોટી સરપ્રાઈઝ મળી છે. KGFને લઈને થિયેટરોમાં ધૂમ મચાવનાર ‘રૉકીભાઈ’ KGF 3માં ફરી ધૂમ મચાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યા છે. એટલું જ નહીં KGF 3ના વાયુવેગે ફેલાયેલા અહેવાલોને લઈને ચાહકો પણ ખુશખુશાલ થઈ ગયા છે.
યશના 37માં જન્મદિવસ પર ફિલ્મ વિશે ટ્વિટર પર આવેલા નવા અપડેટે સૌ લોકોને ખુશ કરી દીધા. ‘રૉકી ભાઈ’ને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા KGF 2ના નિર્માતા હોમેબલ ફિલ્મ્સે KGF 3 તરફ ઈશારો કરી દીધો છે. ઉપરાંત કેટલાક અહેવાલોમાં એવું પણ સામે આવ્યું છે કે, KGF 3નું શૂટિંગ વર્ષ 2025માં શરૂ થઈ શકે છે. KGF 2માં યશના અભિનયના સૌ કોઈ દિવાના થઈ ગયા હતા. એટલું જ નહીં આ ફિલ્મને લઈ થિયેટરોમાં પણ ચાહકોનો જબરદસ્ત જમાવડો જોવા મળ્યો હતો.