Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalસાઉદી પ્રિન્સે જો બાઈડનની ઉડાવી મજાક, બાઈડનની માનસિક સ્થિતિ પર પણ સવાલો...

સાઉદી પ્રિન્સે જો બાઈડનની ઉડાવી મજાક, બાઈડનની માનસિક સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા…. સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય…

Published by : Rana Kajal

સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચેના સબંધોમાં ફરી તણાવ સર્જાઈ રહ્યો છે ત્યારે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને ખાનગીમાં અ્મેરિકન પ્રેસિડન્ટ જો બાઈડનની મજાક ઉડાવી હોવાના અને તેમની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હોવાના અહેવાલ વહેતા થયા છે. જેની ચર્ચા સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે અમેરિકન અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ અનુસાર ક્રાઉન પ્રિન્સે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખાનગીમાં વખાણ કર્યા હતા.તેઓ બાઈડનથી ખુશ નથી અને તેમની ભૂલોની મજાક પણ ઉડાવી ચુકયા છે.સાઉદી સરકારની અંદરના લોકોનુ કહેવુ છે કે, જેદ્દાહમાં જ્યારે બાઈડન અને ક્રાઉન પ્રિન્સની મુલાકાત થઈ ત્યારે લાગતુ હતુ કે , .તેઓ નીતિવિષયક બાબતોની ચર્ચામાં પણ રસ લેતા નજરે પડ્યા નહોતા. નોંધવુ રહ્યું કે અમેરિકાના વિરોધને ગણકાર્યા વગર સાઉદી અરબે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મુકવાનુ નક્કી કર્યુ હતુ અને ત્યારથી બંને દેશોના સબંધમાં ખટાશ જોવા મળી રહી છે. અમેરિકન અખબારના ખુલાસા બાદ તો સબંધોમાં વધારે દૂરી આવે તેમ લાગી રહ્યુ છે.જોકે ક્રાઉન પ્રિન્સે આ અહેવાલને ફગાવી દેતા કહ્યુ હતુ કે, આ વાત સંપૂર્ણપણે પાયા વગરની છે.મેં જો બાઈડનની કોઈ મજાક ઉડાવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!