Published by : Rana Kajal
મહારાષ્ટ્ર
નર્મદા પરિક્રમા તો ઘણા બધા લોકો કરે છે. આ તપસ્વી માત્ર ચાર વર્ષની છે. નામ રાજેશ્વરી. તે પોતાના માતાપિતા સાથે નર્મદા પરિક્રમા પર નીકળી છે અને હવે લગભગ અઢી હજાર કિમી ચાલી ગઈ છે. માતા-પિતા સાથે પગપાળા નર્મદાની પરિક્રમા કરી રહેલી સાડા ચાર વર્ષની રાજેશ્વરીની ભક્તિ અને શ્રદ્ધા જોઈને સૌને નવાઈ લાગે છે. રમવાની અને કૂદવાની આ ઉંમરે આ છોકરી રોજ 25 થી 30 કિલોમીટર ચાલી રહી છે. તેની પરિક્રમા કરતાં લગભગ ત્રણ મહિના પૂરા થયા છે અને અત્યાર સુધીમાં તે લગભગ અઢી હજાર કિલોમીટર ચાલી ચુકી છે. બસ હવે 700 કિલોમીટરની સફર બાકી છે. જે બાદ તેની નર્મદા પરિક્રમા પૂર્ણ થશે.
રાજેશ્વરી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ચેડગાંવની રહેવાસી છે.તેમના માતાપિતા ppppપણ આગળ નર્મદાની પરિક્રમા કરી ચૂક્યા છે. રાજેશ્વરીના પિતા રમેશ જાધવ તેમના વિસ્તારમાં નર્મદા પરિક્રમાની વાર્તાઓ સંભળાવે છે. તેથી જ પરિવારમાં ધાર્મિક વાતાવરણ છે. બાળપણથી જ તેમની પુત્રીએ આ બધું જોયું અને સમજ્યું, જેના કારણે તેમને નર્મદા પરિક્રમા કરવાની પ્રેરણા મળી હતી.