સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દુલ્હો રસ્તા પર ભાગતો જોવા મળે છે અને દુલ્હન પણ તેની પાછળ ભાગી રહી છે.
સોશિયલ મીડિયા પર દુલ્હા અને દુલ્હનનાં ઘણા વિડીયોઝ વાયરલ થતા હોય છે. આજકાલ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુલ્હો-દુલ્હન કંઈક એવું કરી રહ્યા હતા કે મામલો હાઈ વોલ્ટેજ ડ્રામામાં બદલાઈ ગયો. આ મામલો બિહારનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં રસ્તા વચ્ચે દુલ્હન ચીસો પાડતી જોવા મળી અને દુલ્હા પાછળ ભાગતી જોવા મળી દુલ્હો તેને છોડીને ભાગી રહ્યો હતો. આ મામલો કોર્ટની બહારનો જ છે. જ્યારે લોકોએ આ જોયું તો તેઓ પણ ચોંકી ગયા.
શું છે આખો મામલો ?
બિહારના નવાદા જીલ્લાના મહુલી ગામમાં રહેનાર રામ અવતાર ચૌહાનીની દીકરી ગુડ્ડી કુમારીનાં લગ્ન મહકાર ગામમાં રહેતા ચાંદો ચૌહાણનાં દીકરા સંદીપ કુમાર સાથે થવાના હતા. ગુરુવારનાં દિવસે દુલ્હો દુલ્હનને મળવા તેના ગામ જ પહોંચી ગયો હતો. પછી શું હતું, ગામવાસીઓ તથા પરિવારમાંથી કોઈએ દુલ્હાને જોઈ લીધો હતો. ત્યાર બાદ બંનેના લગ્ન જલ્દી નક્કી કરવામાં આવ્યા. પહેલા તો દુલ્હો લગ્ન માટે તૈયાર થયો નહીં, પણ પછી માની ગયો.
બંનેના લગ્ન નવાદાનાં સિવિલ કોર્ટમાં થવાના હતા. દુલ્હો અને દુલ્હન બંને કોર્ટ પહોંચી ગયા હતા. જ્યારે વકીલે દુલ્હાને પેપર સાઈન કરવાનું કહ્યું, તો તે પેન ફેંકીને ભાગવા લાગ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે દુલ્હાની પાછળ પાછળ દુલ્હન પણ દોડે છે. દુલ્હો ભાગે છે અને તેણી પાછળ દુલ્હન અને તેના સંબંધીઓ પણ ભાગે છે. પછી લોકોએ દુલ્હાને પકડી લીધો. રસ્તા પર ભીડ જમા થઈ ગઈ. જોકે, સંબંધીઓનું માનીએ તો ત્રણ મહિના પહેલા યુવક અને યુવતીનાં લગ્ન નક્કી થઈ ગયા હતા. દહેજમાં પલ્સર બાઈક અને 50 હજાર રૂપિયા કેશ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ દુલહો હવે લગ્ન કરવા તૈયાર ન હતો. જો કે દુલ્હન પણ પાક્કી હતી અને પીછો છોડે તેમ ન હતી. પલ્સર બાઇક લઈ લીધું.,.. 50 હજાર રોકડા લઈ લીધા હવે તો સાત જન્મો સુધી નહીં જ જવા દઉં તેમ સમજી ને તે પાછળ દોડવા લાગી અંતે દુલ્હાને પોલીસને હવાલે કરવામાં આવ્યા અને પછી બંનેના લગ્ન મંદિરમાં કરાવાયા.