Published By : Disha PJB
સામાન્ય રીતે આપણે સાંભળતા આવ્યા છીએ કે મીઠું એ સ્લો પોઈઝન તરીકે કાર્ય કરે છે. મીઠુ ખાવાથી ઘણું નુકશાન થાય છે, પરંતુ આજે આપણે સિંધવ મીઠું ખાવાથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે જાણીશું.
આ મીઠામાં અન્ય મીઠાની તુલનામાં લોહની માત્રા ઓછી હોય છે. આ મીઠામાં લગભગ 90 ટકા ખનીજો હાજર છે. કેલ્શિયમ, પોટેશિયમ અને જસત જેવા તત્વો હોય છે. જે આરોગ્ય માટે ગુણકારી છે.
મીઠું આમ તો સ્વાદનો બાદશાહ કહેવાય છે, કારણ કે મીઠા વગરની વાનગી ખરેખર બેસ્વાદ બને છે, સ્વાદમાં મીઠાની હાજરી અનિવાર્ય હોય છે. દરરોજ સફેદ મીઠાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે શરીર માટે બિલકુલ ફાયદાકારક નથી. તેના બદલે, તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો.
જાણો સિંધવ મીઠું ખાવાના ફાયદાઓ :
સિંધવ મીઠું બ્લડ પ્રેશરની બીમારીમાં ઉપયોગી…
લો બીપી થતું હોય ત્યારે આપણે લીંબુનું શરબતમાં મીઠું નાખીને પીતા હોઈએ છીએ પરંતુ આ સરળ મીઠું તમારા શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. જેથી હવે સિંધવ મીઠુંનો ઉપયોગ કરવો જેનાથી બીપી કંટ્રોલમાં રહેશે, અને હાર્ટ પ્રોબ્લેમ્સ થતા અટકાવે છે…
સિંધવ મીઠું ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાની ચિંતામાંથી છૂકારો મળે છે,જેથી કોઈ પણ વસ્તુમાં સિંધવ મીઠું નાખવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં જ રહે છે…
માનસિક ચિંતા ઓછી થાય છે…
સિંધવ મીઠું ખાવાથી તણાવનું સ્તર ઓછું થાય છે, કારણ કે તેમાં રહેલું તત્વ સેરોટોનિન અને મેલાટોનિન રસાયણોને સંતુલિત કરે છે. જે ખાસ કરીને હતાશા જેવી સમસ્યા સામે લડત આપે છે…
વેઈટ લોસ માટે ઉપયોગી…
સિંધવ મીઠું ખાવાથી વજન વધવાની ચિંતા રહેતી નથી, તે તમારું વજન ઘટાડવામાં અસરકારક રહેશે. તેમાં હાજર તત્વો વધારે ચરબી ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે અને અનેક નાની બીમારીને કરે છે દૂર…