Published By : Aarti Machhi
ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના શાખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો જોકે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દીધી હતી ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઈટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વાગરાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
જેમાં જણાવ્યા અનુસાર આ અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો જેના કારણે ગામમાં પુસ્કાર દુર્ગંધ ફેલાઈ ગયેલી હતી. તે દરમ્યાન માખી, મચ્છર નું પ્રમાણ ગામમાં ખુબ વધી ગયું હતું. જેના કારણે ગામમાં બીમારીનું પ્રમાણ ખુબ વધી ગયું હતું ત્યારે આ કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ?ત્યારે નગરપાલિકા પોતાનું વલણ નહિ બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.