અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ નાલંદા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને મિનરલ વોટર મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે જે પ્લાન્ટનું આજરોજ અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ડો.નીતેન્દ્રસિંહ દેવધરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ લોકાર્પણના કાર્યક્રમમાં જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી હિતેન્દ્ર સોલંકી,અન્ય ભાષાભાષી સેલ પ્રમુખ અમૃતભાઈ સાળુકે,નાલંદા હાઈસ્કૂલ ટ્રસ્ટી અશોક ઝા અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.