Published by : Vanshika Gor
સાબુ, તેલ, શેમ્પૂ, હેર ડાઇ જેવી ચીજોમાં અત્યંત ખતરનાક રસાયણો, ખરીદતા પહેલાં કઈ બ્રાન્ડમાં તેનું કેટલું કેમિકલ નુ પ્રમાણ તેની તુલના કરવી જરૂરી સારા અને સુંદર દેખાવવા માટે મોંઘાદાટ પ્રસાધનોનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહયો છે. ત્યારે સાબુ, તેલ, શેમ્પૂ, હેર ડાઇ જેવી ચીજોમાં અત્યંત ખતરનાક રસાયણો હોય શકે છે, ખરીદતા પહેલાં કઈ બ્રાન્ડમાં તેનું કેટલું પ્રમાણ તેની તુલના કરવી લેવી જરૂરી છે…
હંમેશા સારા અને સુંદર દેખાવવા માટે લોકો વિવિઘ પ્રસાધનોનો વ્યાપક ઉપયોગ કરતા હોય છે . ભારત જેવા દેશોમાં આવા પ્રોડક્ટોનુ મોટુ બજાર છે. ત્યારે આવા પ્રસાધનોમાં નુક્શાન કારક કેમિકલોનો પણ ઉપયોગ થયો હોય તેવી સંભાવના જણાઈ રહી છે . જેનાથી સાવધ રહેવાની જરૂર છે.સાબુ, ક્રીમ, તેલ, શેમ્પૂ અને ડિઓડ્રન્ટ જેવી દરરોજ ઉપયોગમાં આવતી ચીજોમાં ખતરનાક અને જોખમી રસાયણો રહેલાં છે, પરંતુ આ કેમિક્લ્સ અથવા તો રસાયણોની સામાન્ય રીતે લોકો અવગણના કરી દે છે. રિસર્ચમાં બીમારીઓ માટે જવાબદાર દર્શાવાયેલાં કેમિકલનો ઉપયોગ હાલમાં થઇ રહ્યો છે. સાબુ સહિત કેટલીક રોજિંદી જરૂરિયાતવાળી ચીજોના ઉપયોગથી કેન્સર, અસ્થમા, ચામડીના રોગો, કિડની ફેલ્યોર જેવી જીવલેણ બીમારીઓ થઇ રહી છે.
હેરઓઇલ, લિપસ્ટિક , આઇલાઇનર, મોશ્ચરાઇઝર, ક્રીમમાં બ્યૂટિલેટેડ હાઇડ્રોક્સાઇનિસોલ એટલે કે બીએચએ હોય છે. આ પેટનાં કેન્સર, કિડની સેલ્સ ડેમેજ કરે છે. પ્રજનન પ્રક્રિયા પર અસર કરે છે. હવે જ્યારે પણ આવી પર્સનલ કેર પેદાશોની ખરીદી કરવામાં આવે ત્યારે કઇ પેદાશમાં અથવા તો બ્રાન્ડમાં ખતરનાક કેમિકલનું સ્તર કેટલું છે તેની ખાતરી ચોક્કસપણે કરવા માટે સલાહ આપવામાં આવે છે.
1.. સૌન્દર્ય પેદાશો …. ફાર્મેલ્ડિહાઇડ કેન્સર માટે જવાબદાર
કેટલીક કંપનીઓ કોસ્મેટિક્સ, હેર સ્ટ્રેટનર્સ, નેલ પોલિશ, શેમ્પૂ, બેબી સોપમાં પેરાફાર્મેલ્ડિહાઇડ કેમિકલનો હજુ ઉપયોગ કરી રહી છે. કેટલાક દેશોમાં આ કેમિકલ પર પ્રતિબંધ છે.
રિસર્ચ : તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આંખમાં બળતરા, નાક-કાનમાં ખંજવાળ અને ગળામાં કેન્સર પણ થઇ શકે છે.
2..પરફ્યૂમ : હોર્મોન્સ પર અસર, અસ્થમાની બીમારી
ઇન્ટરનેશનલ ફ્રેગરન્સ એસો. મુજબ જે પરફ્યૂમમાં બેન્જોફિનોન, બીએચએ, નેપ્થાલીન, પેથાલેટ્સ કેમિકલ વધુ હોય છે તેનો ઉપયોગ બંધ કરવાની જરૂર છે.
રિસર્ચ : એક્ઝિમા, શ્વાસ સાથે જોડાયેલી અસ્થમા જેવી બીમારી થાય છે. ચામડીનાં રોગ, મહિલા-પુરુષોમાં પ્રજનનક્રિયાને નુકસાન થાય છે.
3..ટૂથપેસ્ટ : પેરાબેન જેવા કેમિકલથી સ્તન કેન્સર
ટૂથપેસ્ટ, ફેસવૉશ, શેમ્પૂ, કન્ડિશનર સહિત અન્ય કોસ્મેટિક્સમાં પેરાબેન કમ્પાઉન્ડ, પ્રોપી પેરાબેન અને મિથાઇલ પેરાબેન જેવાં ખતરનાક કેમિકલ કેટલા છે તેની ખાતરી કરો.
રિસર્ચ : મહિલાઓમાં સ્તન કેન્સર, પુરુષોમાં પ્રજનનપ્રક્રિયા પર અસર અને હાર્મોન્સમાં ફેરફારની ફરિયાદો આવી રહી છે.
4..હેર ડાઇ : વાળ, નખ રંગવાથી બહેરા અને આંધળા બનશો
હેર ડાઇમાં ખૂબ જ ખતરનાક કેમિકલ ફિનાઇલિનડાયામિન હોય છે. રંગવિહીન લિક્વિડ ટોલ્વિનનો ક્રૂડ, નેલ પેઇન્ટ અને રિમૂવર અને ગુંદરમાં ઉપયોગ થતો હોય છે.
રિસર્ચ : તે નર્વ સિસ્ટમને નુકસાન કરે છે. બહેરાશ આવી શકે છે, યાદશક્તિ ઘટી શકે છે અને આંધળા બનવાનો પણ ખતરો છે.